હિંમતનગરની ગ્રોમોર ગુજરાતી અને અંગ્રેજી શાળા ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ હોઇ પ્રતિબંધિત હુકમો જાહેર
*હિંમતનગરની ગ્રોમોર ગુજરાતી અને અંગ્રેજી શાળા ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ હોઇ પ્રતિબંધિત હુકમો જાહેર*
***********
સાબરકાંઠા જિલ્લામાં કમાન્ડીંગ ઓફિસરશ્રી, ૩૪-ગુજ.બીન એનસીસી, હિંમતનગર દ્વારા એનસીસી કેડેટસ માટે (૧) તા.૨૮/૦૬/૨૦૨૪ થી તા.૦૭/૦૭/૨૦૨૪ સુધી (૨) તા.૧૧/૦૭/૨૦૨૪ થી તા.૨૦/૦૭/૨૦૨૪ સુધી અને (૩) તા.૨૪/૦૭/૨૦૨૪ થી તા.૦૨/૦૮/૨૦૨૪ સુધી ગ્રોમોર ગુજરાતી અને અંગ્રેજી શાળા હિંમતનગર ખાતે સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિર યોજવા અને વિવિધ સ્પર્ધાઓ માટે સૈન્ય તાલીમ આપવા આયોજન કરાયુ છે. જેથી ફાયરીંગ પ્રેકટીસ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગમચેતી પગલારૂપે ફાયરીંગ બટ વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા સામે કે.એ. વાઘેલા, (જી.એ.એસ.) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, સાબરકાંઠા તેમને મળેલ સત્તાની રુએ કેટલાક પ્રતિબંધિત હુકમો બહાર પાડ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાની ગ્રોમોર ગુજરાતી અને અંગ્રેજી શાળા હિંમતનગર ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ માટે ઉક્ત બટ વિસ્તારની આજુબાજુની વ્યક્તિઓએ ઉપરોક્ત વિસ્તારની આજુબાજુના ૨૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં (૧) તા.૦૨/૦૭/૨૦૨૪ થી તા.૦૭/૦૭/૨૦૨૪ સુધી (૨) તા.૧૧/૦૭/૨૦૨૪ થી તા.૨૦/૦૭/૨૦૨૪ સુધી અને (૩) તા.૨૪/૦૭/૨૦૨૪ થી તા.૦૨/૦૮/૨૦૨૪ ના રોજ સવારે ૦૬.૦૦ કલાકથી ૧૮.૦૦ કલાક સુધી પ્રવેશ કરવો નહીં તથા ઉક્ત વિસ્તારમાં દર્શાવેલ દિવસો અને સમયે ઢોર ઢાંખર લઇને પ્રવેશ કરવો નહીં કે કરાવવો. નહીં.આ હુકમનો ભંગ કરનાર અધિનિયમની કલમ-૧૩૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
****
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.