બોટાદ જિલ્લાના તમામ ક્લિનીક, હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીક્લિનીક સહિતના એકમો માટે ખાસ જાણવા જોગ - At This Time

બોટાદ જિલ્લાના તમામ ક્લિનીક, હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીક્લિનીક સહિતના એકમો માટે ખાસ જાણવા જોગ


બોટાદ જિલ્લામાં ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ અંતર્ગત આરોગ્યને લગતી એલોપેથી, યોગા અને નેચરોપેથી, આયુર્વૈદિક, હોમીયોપેથી અને સિધ્ધા તેમજ યુનાની મેડીસીન સહિતની પધ્ધતિથી સારવાર, તપાસ અને નિદાન કરતા તમામ ક્લિનીક, હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીક્લિનીક સહિતના એકમોમાં કાયદા મુજબ રજીસ્ટ્રેશન મેળવવુ ફરજીયાત છે. તેમજ ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ની કલમ ૬ હેઠળ કોઇ પણ ક્લિનીક, હોસ્પિટલ, પ્રસૃતિ ગૃહ, નર્સિંગ હોમ કે પોલીક્લિનીક સહિતના એકમો આ કાયદા મુજબના રજીસ્ટ્રેશન વગર ચલાવી શકશે નહી. જે અન્વયે બોટાદ જિલ્લામાં તા: ૦૬/૦૭/૨૦૨૪ સુધીમાં જેટલા હોસ્પિટલ, નર્સિંગ હોમ કે પ્રસૃતિ ગૃહ રજીસ્ટ્રેશન ધરાવે છે તેની યાદી જાહેર કરવામાં આવી છે. 1 લાઇબ્રેરીની સામે, જલમીન શોપીંગ સામે, જય સિધ્ધનાથ હોસ્પિટલ અને પ્રસૃતિ ગૃહ,2. લાઇબ્રેરીની સામે, સ્થિત સિધ્ધનાથ હોસ્પિટલ અને આઇ.સી.યુ. 3. વડોદરીયા હોસ્પિટલ પાસે, પાળીયાદ રોડ, સ્થિત યુનીટી હેલ્થ કે બોટાદમાં આવેલા તમામ ક્લિનીક, હોસ્પિટલ, નર્સીંગ હોમ અને પોલીક્લિનીક સહિતના એકમોમાં ધી ગુજરાત ક્લિનીક એસ્ટાબ્લીસમેન્ટ (નોંધણી અને નિયમન) એક્ટ ૨૦૨૧ અંતર્ગત રજિસ્ટ્રેશન મેળવવુ ફરજિયાત છે તેમ જિલ્લા રજીસ્ટેરીંગ ઓથોરીટી (જીસીઇએ) વ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.