વડનગર ખાતે જયોતિ કળશ રથયાત્રા ને ભવ્ય સ્વાગત અને પૂજન અર્ચના કરી હતી
વડનગર ખાતે જયોતિ કળશ રથયાત્રા ને ભવ્ય સ્વાગત અને પૂજન અર્ચના કરી હતી
જયોતિ કળશ રથયાત્રા ગુજરાત માં પ્રસ્થાન કરવામાં આવ્યું છે. તા.૦૯/૦૪/૨૦૨૪ના મંગળવાર થી આ યાત્રા પ્રારંભ થ ઈ ગયો અને આ યાત્રા બે વર્ષ સુધી સમ્રગ રાજ્ય માં પરિભ્રમણ કરશે. તે નિમિત્તે વડનગર ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વાર થી જયોતિ કળશ રથયાત્રા પ્રસ્થાન ગાયત્રી ડીવાઈન સોસાયટી થી સ્વાતી ઓમ, ગાયત્રી સોસાયટી, હરિકૃષ્ણ સોસાયટી,સફર સોસાયટી, તાનારીરી સોસાયટી, સંકેત સોસાયટી કળશ રથયાત્રા પ્રસ્થાન કરીને હાટકેશ્વર મહાદેવ ના મંદિર પટાંગણમાં પહોંચી હતી.
આ જયોતિ કળશ રથયાત્રા નો ઉપદેશ ભારત વર્ષ ને સશક્ત, સમર્થ અને જગદગુરુ બનાવવા નું દિવ્ય અભ્યાન સુખશાંતિ સમૃધ્ધિ તથા ભૌતિક તરફથી આધ્યાત્મિક ઉર્જા અનુભૂતિ ગાયત્રી મહાવિદ્યા અને ગાયત્રી યજ્ઞ એટલે સદબુદ્ધિ સદવિચાર અને સત્કર્મ નો જન જન સુધી પ્રચાર કરી ને દૈવી શક્તિ થી આત્મિક શક્તિ ની અનુભૂતિ કરવી વેદમંત્ર દેવ મંત્ર ગુરુ મંત્ર ગાયત્રી મહામંત્ર ની સાધન ઉપાસના કરી ને આત્મીય ઉર્જા નો અનુભવ કરવો અને ગુરુ દેવ શ્રી રામ શર્મા આચાર્યજી એ જે અખંડ દીપ ના સાનિધ્ય માં ૨૪ વર્ષ તપ કરી તપનો ભંડાર એકત્રિત કર્યા.તેનુ સ્ત્રીપાત્રો વિતરણ કરવામાં આવી રહ્યું છે.અને ૨૦૨૬ના વર્ષ એ અંખડ જ્યોતિ શતાબ્દી વર્ષ છે. અને વર્ષ ૧૯૨૬ માં અવતરિત પરમ વંદનિય માતાજી ના દિવ્ય અવતરણ ૧૦૦વર્ષ પૂર્ણ થ ઈ રહ્યા છે. તેના ભાગ રૂપે કળશ યાત્રા નીકળી રહી છે. તે નિમિત્તે વડનગર ખાતે જયોતિ કળશ રથયાત્રા ને સોસાયટી માં ઠેર ઠેર સ્વાગત કર્યું હતું અને જયોતિ કળશ રથયાત્રા ને પૂજા અર્ચના કરી હતી અને ધર્મ પ્રેમી જનતા ને આધ્યાત્મિક ચેતના જગાડવા અનુભૂતિ કરવા ની વિસ્તાર પૂર્વક સમજ આપી હતી.
રિપોર્ટ - જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.