ભારતીય જનતા પાર્ટી બોટાદ શહેર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો
(અહેવાલ કનુભાઈ ખાચર)
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગ આજે વિશ્વ ફલક પર પહોંચ્યું છે. યોગ જીવનના દરેક પાસાઓ વચ્ચે સંતુલન સાંધી સ્વાસ્થ્ય અને માનવ કલ્યાણ માટે સર્વગ્રાહી દ્રષ્ટિકોણ આપે છે. ત્યારે આ પ્રસંગે બોટાદ શહેર ભાજપ દ્વારા દશમો વિશ્વ યોગ દિવસ આયોજીત કરવામાં આવેલ. સ્વયં અને સમાજ માટે યોગ વિષય ઉપર યોગ ટ્રેનર : વિરેન્દ્રસિંહ ભાટ્ટી (માસ્ટર ઓફ યોગા) દ્વારા યોગ નિદર્શન અને માર્ગદર્શન આપવામાં આવેલ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના જિલ્લા ઇન્ચાર્જ મયુરધ્વજસિંહ ભાટી, જિલ્લા સહ ઇન્ચાર્જ જયરાજભાઈ પટગીર,અને ચેતનભાઇ ઝાલાએ આ પ્રસંગે ભારે જહેમત ઉઠાવી હતી. સાંદિપની વિદ્યાલય બોટાદ ખાતે,આ કાર્યક્રમ માં મયુરભાઈ પટેલ જિલ્લા પ્રમુખ, બોટાદ તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન બારૈયા, ચંદુભાઈ સાવલીયા, શહેર ભાજપ પ્રમુખ, હરેશભાઈ ધાધલ, જીગ્નેશભાઈ બોલીયા, નીતાબેન લાખાણી, ધર્મિષ્ઠાબેન જોટાણીયા, રમેશભાઈ ચાવડા, લક્ષ્મણભાઈ રબારી તુષારભાઈ ગોહિલ અને શાળાના સ્ટાફ પરિવાર તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ આ યોગ દિવસ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.