કાશીમાં પાણીથી 2 ફૂટ ઉપર યોગ:કાશ્મીરમાં PM મોદીએ લોકો સાથે સેલ્ફી લીધી, વિદેશીઓએ છત્રી નીચે યોગ કર્યા, જુઓ PHOTOS
આજે સમગ્ર વિશ્વમાં 10મો યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. કાશીમાં વિશ્વનાથ ધામ અને ગંગાઘાટ ખાતે યોગ કરવામાં આવ્યા હતા. અહીં ધીરજ ગોસ્વામીએ ગંગાના પંચગંગા ઘાટ પર જળયોગની પ્રવૃત્તિઓ કરી હતી. યોગ કરતી વખતે તેમણે ગંગાનાં મોજામાં બે ફૂટ ઊંચો કૂદકો માર્યો હતો. ધીરજ વારાણસીમાં ફોટોગ્રાફી અને ગાઈડ તરીકે પણ કામ કરે છે. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં તેમણે કહ્યું- હું નાનપણથી જ ગંગાઘાટ પર સ્નાન કરું છું. મોજામાં કૂદવું એ પ્રેક્ટિસનો એક ભાગ છે. હું આ કોઈની પાસેથી શીખ્યો નથી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર જાપાનના સુકીજી હોંગવાનજી મંદિરમાં લોકોએ યોગ કર્યા. અહીં વરસાદ વચ્ચે લોકો છત્રી સાથે યોગ કરતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાની રાજધાની કેનબેરામાં લોકોએ યોગ કર્યા અને તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. તે જ સમયે વિદ્યાર્થીઓએ ચીનની રાજધાની બેઇજિંગમાં યોગ કર્યા. તસવીરોમાં જુઓ...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.