બાલાસિનોર વિશ્વ યોગ દિવસની ઉજવણી ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે કરવામાં આવી
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે કરવામાં આવી
યોગને વિશ્વ ફલક પર લઈ જવા અને માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સભાએ મંજૂર કર્યો જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં ૨૧ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારત સરકારશ્રી તથા રાજ્ય સરકારશ્રી દ્વારા “સમય અને સમાજ માટે યોગ”ની થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. ત્યારે તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે વિશ્વના ત્રીજા નંબરનું અને દેશનું પ્રથમ નંબરનો ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.