બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા બોટાદ જીલ્લા પોલીસ તેમજ મહીલા પોલીસ સ્ટેશન સાથે સંકલન કરી નગરપાલિકા દ્વારા ચાલતા માઇક્રોવેવ કમ્પ્યુટર ક્લાસીસ ના બહેનો સાથે કાયદાકીય શીબીર યોજાવામાં આવી - At This Time

બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી દ્વારા બોટાદ જીલ્લા પોલીસ તેમજ મહીલા પોલીસ સ્ટેશન સાથે સંકલન કરી નગરપાલિકા દ્વારા ચાલતા માઇક્રોવેવ કમ્પ્યુટર ક્લાસીસ ના બહેનો સાથે કાયદાકીય શીબીર યોજાવામાં આવી


જેમા બેહનો ને કામકાજ ના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ -2013 અંતર્ગત જાગૃતિ શિબિર દ્વારા કાયદાકીય માહિતી આપવામાં આવેલ આજ રોજ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી આઈ આઈ મન્સૂરી સાહેબ ના માર્ગદર્શન મુજબ બોટાદ નગરપાલિકા દ્વારા ચાલતા માઇક્રોવેવ કમ્પ્યુટર કલાસસીસ ના બેહનો સાથે કાયદાકીય શિબિર નુ આયોજન કરવામાં આવેલ જેમાં બેહનો ને પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રિંકલબેન મકવાણા કામકાજ ના સ્થળે થતી જાતીય સતમણી અધિનિયમ 2013 અંતર્ગત કામકાજ નુ સ્થળ કોને કહેવાય જાતીય સતમણી એટલે શું ફરિયાદ નિવારણ સમિતિ ફરિયાદ ક્યાં કરવી કોણ ફરિયાદ કરી શકે તેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ શી ટીમ ના કર્મચારી સુરપાલભાઈ ગોહિલ દ્વારા શી ટીમ ની કામગીરી જાહેર સ્થળો કે જ્યાં લોકો ની અવરજવર હોય ત્યાં પેટ્રોલિંગ અંગે તેમજ શી ટીમ કઈ રીતે મદદ કરે તેના વિષે માહિતી આપવામાં આવેલ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર પરમાર જલ્પાબેન દ્વારા 181 ની કામગીરી તેમજ 181 એપ્લિકેશન વિષે માહિતી આપવામાં આવેલ dhew ના બગથળીયાં લીઝા બેન દ્વારા જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી ની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ વિધવા સહાય, મહિલા સ્વાવ લંબન,વાહલી દીકરી અંગે માહિતગાર કરવામાં આવેલ નગરપાલિકા મા ફરજ બજાવતા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર મીનાક્ષીબેન પરાલીયા દ્વારા વિશ્વકર્મા યોજના વિષે માહિતી આપવામાં આવેલ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરના કાઉન્સેલર રીનાબેન વ્યાસ દ્વારા સંકટ સખી એપ્લિકેશન અને તેના ઉપયોગ વિષે તેમજ સમગ્ર શિબિર નુ સંચાલન કરવામાં આવેલ સમગ્ર શિબિર મા કમ્પ્યુટર ક્લાસીસ ના ઓનર સંજયભાઈ વસાણી તેમજ ડિમ્પલ બેન એકતાબેન હાજર રહ્યા કાર્યક્રમ મા આશરે 110 બેહનો એ ભાગ લીધેલ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.