મારામારી તથા ધાકધમકી તથા જુગાર રમવાના ગુન્હામાં સંડોવાયેલ ગોવિંદભાઇ માવજીભાઇ બથવારને તડીપાર કરતી બોટાદ ટાઉન પોલીસ ટીમ - At This Time

મારામારી તથા ધાકધમકી તથા જુગાર રમવાના ગુન્હામાં સંડોવાયેલ ગોવિંદભાઇ માવજીભાઇ બથવારને તડીપાર કરતી બોટાદ ટાઉન પોલીસ ટીમ


(રિપોર્ટ : ચેતન ચૌહાણ)
પોલીસ મહાનીરીક્ષક ગૌતમ પરમાર ભાવનગર વિભાગ, ભાવનગર તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓએ ગુન્હાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહિ કરવા માટે આપેલ સુચના અન્વયે બોટાદ શહેરમાં મારામારી તથા ધાકધમકી તથા જુગાર રમવાના ગુન્હામાં સંડોવાયેલ ગોવિંદભાઈ માવજીભાઇ બથવારનાઓ સતત ગુન્હાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી ખોરવતા હોય તેવા ભયજનક વ્યક્તિ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી મહર્ષિ રાવલ સાહેબના માર્ગદર્શનમાં બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ.આર.ખરાડી નાઓએ જાહેરહિત સારૂ કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે માટે તડીપાર દરખાસ્ત તૈયાર કરી સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ બોટાદની કચેરી તરફ મોકલી આપતા સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ ડી.કે.મજેતર સાહેબ નાઓએ સદરહું ઇસમને ૩(માસ) માસની મુદત માટે બોટાદ જીલ્લાની સમગ્ર હદમાં નહી પ્રવેશવા હુકમ કરતા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.આર.ખરાડી નાઓની ટીમ દ્વારા સામાવાળા ઇસમ ગોવિંદભાઇ માવજીભાઇ બથવાર ઉવ.૫૭ ધંધો મજુરી રહે બોટાદ, ચમારવાસ, રેલ્વેના પાટા પાછળ તા.જી.બોટાદ નાઓને વોરન્ટની બજવણી કરી આજ રોજ હદપાર કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.