દાવો-માલગાડીનો લોકો પાઈલટ 4 રાતથી સુતો નહોતો:સળંગ 2 રાત માટે જ ડ્યુટી પર રહેવાનો નિયમ છે; રંગાપાનીના સ્ટેશન માસ્ટરે તપાસની માંગ કરી - At This Time

દાવો-માલગાડીનો લોકો પાઈલટ 4 રાતથી સુતો નહોતો:સળંગ 2 રાત માટે જ ડ્યુટી પર રહેવાનો નિયમ છે; રંગાપાનીના સ્ટેશન માસ્ટરે તપાસની માંગ કરી


​​​​​​કંચનજંગા ટ્રેન દુર્ઘટના બાદ રેલવે બોર્ડ દુર્ઘટના માટે માલગાાડીના લોકો પાઈલટને જવાબદાર ઠેરવી રહ્યું છે. બોર્ડનું કહેવું છે કે રંગાપાની સ્ટેશનથી TA 912 ઓથોરિટી પાસ લીધા બાાદ, લોકો પાઈલટે સિગ્નલમાં ખામી વચ્ચે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝડપે માલગાડીને દોડાવી હતી, તેથી અકસ્માત થયો. આ અંગે ઓલ ઈન્ડિયા રનિંગ લોકો સ્ટાફ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ એસએસ ઠાકુરે ભાસ્કરને જણાવ્યું હતું કે સિગ્નલ ફેલ થવાના કિસ્સામાં જે વૈકલ્પિક ફોર્મ TA 912 દ્વારા ટ્રેનો ચલાવવામાં આવે છે, તે સબંધીત નિયમ છે કે જ્યાં સુધી આગળવાળી ટ્રેન આગલા સ્ટેશનને પાર ન કરે ત્યાં સુધી અન્ય કોઈ ટ્રેનને પાછળવાળા સ્ટેશનથી આગળ વધવાની મંજૂરી નથી. આવી જ ભૂલ રંગાપાની સ્ટેશન પર થઈ. અહીં કંચનજંગા આગળ વધ્યાની 15 મિનિટ પછી અહીંના સ્ટેશન માસ્તરે માલગાડીને TA 912 પેપર આપ્યું હતું. જ્યારે તે સમયે કંચનજંગા એક્સપ્રેસ થોડા કિલોમીટર આગળ પાટા પર ઉભી હતી. સ્ટેશન માસ્તરની આ ભૂલની પણ તપાસ થવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે અકસ્માત માટે જેને જવાબદાર ઠેરવવામાં આવે છે તે લોકો પાઈલટ સતત ચાર રાત સુધી સુતો નહોતો. જ્યારે નિયમ મહત્તમ સતત 2 રાત્રિ ડ્યુટીનો જ છે. સિગ્નલમાં ખામી હોવાના કિસ્સામાં ટ્રેન કેવી રીતે ચલાવવી તે અંગે નોર્થ-ઈસ્ટના ઝોનના લોકો સ્ટાફને આજ સુધી પૂરતી તાલીમ આપવામાં આવી નથી. ગુડ્સ ટ્રેનની સ્પીડ 78 કિમી પ્રતિ કલાક હતી
ઠાકુરે વધુમાં કહ્યું કે, લોકો પાઈલટોને દોષ આપવાની પરંપરા જૂની છે. ઓડિશામાં કોરોમંડલ ટ્રેન દુર્ઘટના બાદ એવું કહેવામાં આવ્યું હતું કે લોકો પાયલોટ અને કો-પાઈલટ મોબાઈલ પર ક્રિકેટ જોઈ રહ્યા હતા, જેના કારણે તેઓ સિગ્નલ જોઈ શકયા નહીં. જ્યારે, કમિશનર સેફ્ટી દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે અકસ્માતના બે કલાક પહેલા તેમના બંને ફોન સ્વિચ ઓફ હતા. ઉત્તરપૂર્વ સીમા રેલવેના મુખ્ય સુરક્ષા કમિશનર જનક કુમાર ગર્ગે દાવો કર્યો હતો કે સ્પીડોમીટરની પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું છે કે અકસ્માત સમયે માલગાડીની ઝડપ 78 કિમી પ્રતિ કલાક હતી. આ ઘટનામાં ઘાયલ 6 વર્ષની સ્નેહાનું 18 જૂને મૃત્યુ થયું હતું. જેના કારણે મૃત્યુઆંક વધીને 10 થયો છે. અકસ્માતનું કારણ જાણવા તપાસ
એક મહિલા મુસાફરે કંચનજંગા ટ્રેન દુર્ઘટના સંદર્ભે માલગાડીના બંને ડ્રાઇવરો (લોકો અને કો-લોકો પાઇલટ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનું નામ ચિન્મય મજમુદાર છે. તે કાંચનજંગા એક્સપ્રેસમાં બેઠી હતી. આ અકસ્માતમાં ચિન્મયને પણ ઈજાઓ થઈ હતી. ચિન્મયે પોતાની ફરિયાદમાં લખ્યું - જ્યારે હું ટ્રેનમાંથી નીચે ઉતરી ત્યારે મેં જોયું કે માલગાડીએ પાછળથી કંચનજંગા એક્સપ્રેસને ટક્કર મારી હતી. માલગાડીનું એન્જિન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયું હતું. ગુડ્સ ટ્રેનના લોકો અને કો-લોકો પાયલટની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો. બીજી તરફ, નોર્થ-ઈસ્ટ ફ્રન્ટિયર રેલવે દુર્ઘટનાનું કારણ જાણવા બુધવારે (19 જૂન)ના રોજ તપાસ હાથ ધરશે. આ તપાસ એડીઆરએમ ચેમ્બરમાં ચીફ કમિશનર ઑફ રેલવે સેફ્ટી જનક ગર્ગ કરશે. આ માટે અકસ્માત સંબંધિત પુરાવા તપાસ અધિકારીને મોકલવાનું કહેવામાં આવ્યું છે. કેટલાક લોકોને પણ બોલાવવામાં આવ્યા છે. અકસ્માતની 2 તસવીરો... રૂટ પરની 7 ટ્રેનો રદ, 37 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી છે
ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા પછી, કંચનજંગા ટ્રેન 18 જૂને બપોરે 3.15 વાગ્યે સિયાલદહ પહોંચી. જો કે, અકસ્માતને કારણે આ રૂટ પર જતી 7 ટ્રેનો રદ કરવામાં આવી હતી. તેમજ 37 ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવી હતી. NFR DRM સુરેન્દ્ર કુમારે કહ્યું- 17 જૂનની રાતથી સતત વરસાદ પડી રહ્યો છે, તેમ છતાં લાઇનને ફરી શરુ કરવાનું કામ ચાલી રહ્યું છે. લગભગ 90% કામ થઈ ગયું છે. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગમાં 17 જૂનના રોજ સવારે 8:55 વાગ્યે કંચનજંગા એક્સપ્રેસ (13174)ને માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી. રેલવેના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. જ્યારે 41 ઘાયલ મુસાફરો સારવાર હેઠળ છે. દાવો- જ્યારે અકસ્માત થયો ત્યારે તેના 3 કલાક પહેલા સિગ્નલમાં ખામી હતી ઘાયલોના પરિવારજનો અને મૃત્યુ પામેલા લોકોને વળતર મળશે
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને રૂ. 2.50 લાખ અને નાના ઇજાગ્રસ્તોને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. આ સિવાય અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.