કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નીમુબેન બાંભણીયાએ બોટાદ જિલ્લાનાં ધર્મસ્થાનકો ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી
(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)
કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા બોટાદ જિલ્લાની મુલાકાતે છે ત્યારે તેમણે બરવાળા તાલુકાના વિશ્વપ્રસિદ્ધ શ્રી સાળંગપુર મંદિર ખાતે હનુમાન દાદાનાં દર્શન કર્યા હતા. સાથોસાથ સાળંગપુર ખાતે સ્થિત બી.એ.પી.એસ.મંદિરે દર્શન કરી જનકલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ શહેર ભાજપ ચંદુભાઈ સાવલિયા, ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર અક્ષય બુડાનિયા, નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાત સહિતના અધિકારીઓ તેમજ મયૂર પટેલ સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.