જસદણમાં નાના ટાબરિયાએ બોલાચાલીને કારણે છરીથી હુમલો કર્યો
જસદણના પોલારપર રોડ પર રહેતાં ૧૨ વર્ષના ટાબરીયાને તેના ૧૬ વર્ષના જુના મિત્રએ તું કેમ હવે મને બોલાવતો નથી તેમ કહી છરીથી હુમલો કરી હાથમાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર લેવી પડી હતી. જાણવા મળ્યા મુજબ જસદણ રહેતાં બાર વર્ષના ટાબરીયાને તે સાંજે ચારેક વાગ્યે ગામના ડેમ પાસે નદીના પટમાં બીજા છોકરા સાથે રમવા ગયો હતો ત્યારે તેના સોળ વર્ષના મિત્રએ ઝઘડો કરી છરીથી હુમલો કરી હાથમાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, કેતનભાઇ નિકોલાએ જસદણ પોલીસને જાણ કરી હતી. ઘાયલ થયેલા ટાબરીયાના સગાના કહેવા મુજબ હાલમાં કુલદીપ મિત્ર ટકાને બોલાવતો ન હોઇ તે બાબતનો ખાર રાખી તેણે તું કેમ હવે મને બોલાવતો નથી? તેવું કહી છરીથી હુમલો કર્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.