બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતેથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪ વહેલા તે પહેલાના ધોરણે રૂ.૨૦મા મેળવી શકાશે - At This Time

બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતેથી કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪ વહેલા તે પહેલાના ધોરણે રૂ.૨૦મા મેળવી શકાશે


ધો.૧૦ અને ધો.૧૨ પછી વિદ્યાર્થીઓને કારકિર્દી વિષયક પ્રશ્નોનું નિરાકરણ આપતું કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪ : યુવાનોને રોજગાર અને કારકિર્દીક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી ‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪’ પ્રકાશિત

યુવાનોને રોજગાર અને કારકિર્દીક્ષેત્રે માર્ગદર્શન મળી રહે તે હેતુથી પ્રતિવર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-૨૦૨૪’’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ધો.૧૦ અને ૧૨ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી- સ્વરોજગારીની તકો, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમો અને બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી સહિતનું માર્ગદર્શન તેમજ યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન ઉપરાંત પ્રેરણાદાયી લેખો પણ આ અંકમા સમાવિષ્ટ છે. કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક જિલ્લા માહિતી કચેરી-બોટાદ, જી/૨–૭, જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ-૩૬૪૭૧૦ ખાતેથી રૂ.૨૦/-ની કિંમતે વહેલા તે પહેલાના ધોરણે મળી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.