અરવલ્લીના મોડાસા ખાતે નાયી વાળંદ સમાજનો શૈક્ષણિક અને સામાજિક સેમિનાર યોજાયો.
લીમ્બાચીયા સેવા સમાજ અરવલ્લી સંગઠન દ્વારા મોડાસા મેટ્રો હોટલ ખાતે લિબર્ટી કેરિયર એકેડેમીના સંયુક્ત ઉપક્રમે નાઈ વાળંદ સમાજનો પ્રથમ શૈક્ષણિક અને સામાજિક ઉત્કર્ષ સેમીનાર યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે લિબર્ટી કેરિયરના મેનેજિંગ ડાયરેક્ટર કૃષભભાઈ પટેલ અને આદર્શ આચાર્ય અને બ્લોગર ઈશ્વરભાઈ પ્રજાપતિ દ્વારા સમાજના બાળકોને સામાજિક ઉત્કર્ષ હેતુસર પારિવારિક સંવાદ સેમીનાર ઉચ્ચ અભ્યાસ માટે કયો વિભાગ પસંદ કરવો અને બાળકના ભવિષ્ય માટે આગળ આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કઈ રીતે કરવી તે અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી
આ કાર્યક્રમ ને સાર્થક બનાવવા અડીખમ મહેનત કરનાર વિમલભાઈ તથા તેમની ટીમ નો સમાજ ના દરેક વ્યક્તિ એ આભાર માન્યો હતો ત્યારબાદ સમાજના ધોરણ પાંચ થી કોલેજ સુધીના તમામ બાળકોને ચોપડા વિતરણ અને ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને ગ્રાઈડોનું વિતરણ પણ આ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રે બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી...
આ પ્રસંગે લીમ્બચ સમાજ ના ભામાશાઓ પણ પણ મન મૂકીને સમાજ માટે કંઈક કરું છૂટવાની વૃત્તિ બતાવી હતી તેમજ આવા સેમિનાર અને બાળકો માટે યોગ્ય માર્ગદર્શન ના કાર્યક્રમ અવાર નવાર યોજાતા રહે અને ભાવિ પેઢી ને યોગ્ય દિશા મળે તે માટે સૌએ આ કાર્યક્રમ ને વખાણ્યો હતો..
કાર્યક્રમ માં અરવલ્લી લીમ્બચ સમાજ ના પ્રમુખ શ્રી બી ટી નાયી સાહેબ દ્વારા શાબ્દિક ઉદબોદન કરવામાં આવ્યું હતું અને સમાજ માં ઉત્તરોત્તર પ્રગતિ થાય તે માટે આર્શીવચન આપવામાં આવ્યું હતું
કાર્યક્રમ ના અંતે હર્ષદભાઈ શર્મા દ્વારા આભાર વંદન કરવામાં આવ્યું હતું અને સૌ ઉપસ્થિત મહેમાનો તેમજ સમાજ ના પ્રતિનિધિઓ બાળકોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.