અબ્દુ રોજિકના લગ્ન 7 જુલાઈએ નહીં થાય!:સિંગરે છેક છેલ્લી ઘડીએ લગ્ન મોકૂફ રાખવાનું કારણ જણાવ્યું, એપ્રિલમાં કરી હતી સગાઈ
'બિગ બોસ 16' ફેમ સિંગર અબ્દુ રોજિક 7 જુલાઈના રોજ લગ્ન કરવા જઈ રહ્યો હતો. હવે તેમના લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે અને અબ્દુએ તેનું કારણ પણ જણાવ્યું છે. ખરેખર, લગ્ન મુલતવી રાખવામાં આવ્યા છે કારણ કે અબ્દુને એક સારા પ્રોજેક્ટની ઓફર કરવામાં આવી છે. અબ્દુએ લગ્ન મુલતવી રાખવાનું કારણ જણાવ્યું
મીડિયા રિપોર્ટ અનુસાર, અબ્દુને તેની પ્રથમ ટાઈટલ બોક્સિંગ મેચ ફાઈટની ઓફર કરવામાં આવી છે જે 6 જુલાઈના રોજ કોકા કોલા એરેના દુબઈ ખાતે યોજાશે. અબ્દુ આ ઓફરને ગુમાવવા માગતો ન હતો તેથી તેણે તેના લગ્ન મુલતવી રાખવાનું નક્કી કર્યું. અબ્દુના કહેવા પ્રમાણે, તેમને આ માટે સારી ફીની ઓફર કરવામાં આવી છે, જેનાથી તે આર્થિક રીતે સુરક્ષિત રહેશે. અબ્દુએ કહ્યું, 'મારા કદના વ્યક્તિ માટે આ પહેલું ટાઇટલ હશે અને તેની તૈયારી માટે હું આ દિવસોમાં ટ્રેનિંગ કેમ્પમાં સખત તાલીમ લઈ રહ્યો છું.' અબ્દુની ઊંચાઈ ત્રણ ફૂટ છે. અબ્દુની મંગેતર અમીરાએ પણ તેના નિર્ણયનું સમર્થન કર્યું છે. બંનેના લગ્નની નવી તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. 24મી એપ્રિલે સગાઈ થઈ હતી
સગાઈની જાહેરાત દરમિયાન અબ્દુએ કહ્યું હતું કે તે અમીરા નામની યુવતી સાથે લવ મેરેજ કરવા જઈ રહ્યો છે. અમીરા અને તે છેલ્લા 6 મહિનાથી એકબીજાને ઓળખે છે. સિંગરે એ પણ જણાવ્યું કે અમીરા શારજાહથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી રહી છે. આ પછી 24 એપ્રિલના રોજ સગાઈ પછી સોશિયલ મીડિયા પર ફોટા પણ શેર કર્યા, જોકે તેમાં મંગેતર અમીરાનો ચહેરો દેખાતો નહોતો. સગાઈનો ફોટો શેર કરવા બદલ અબ્દુને ટ્રોલનો પણ સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ એક વીડિયો શેર કરીને અબ્દુએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અબ્દુએ કહ્યું હતું કે, 'તેની ઊંચાઈ ઓછી છે તો શું તેને ખુશ રહેવાનો કે લગ્ન કરવાનો અધિકાર નથી?'.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.