ધંધુકા શહેરના જન્માષ્ટમી લોક મેળાની નાની, સાંકડી, નીચાણ વાળી અને ગંદકીથી સભર જગા બદલવા લોકલાગણી.
ધંધુકા શહેરના જન્માષ્ટમી લોક મેળાની નાની, સાંકડી, નીચાણ વાળી અને ગંદકીથી સભર જગા બદલવા લોકલાગણી.
અનેક વર્ષો પહેલા જ્યારે ધંધુકા શહેર અને તાલુકા ની વસ્તી ઘણી ઘણી ઓછી હતી ત્યારે તેને અનુલક્ષી આ જન્માષ્ટમી લોકમેળા ની જગા માપ બરાબર હશે.પણ ત્યાર બાદ અનેક વર્ષો વીત્યાં.ધંધુકા શહેર અને તાલુકા ની વસ્તી વ્યાપ અનેક અનેક ગણો વધ્યો...સમય ના પરિવર્તન સાથે અનેક જગાએ અનેક સ્તરે લોકોની સુવિધા અને માંગ પ્રમાણે ફેરફાર થયા...પણ આ ધંધુકા લોકમેળા ની જગા પર કોઈ જ કોઈ તંત્રે ફેરફાર ,ચિંતા કે ઉત્સાહ દાખવ્યો નથી જે દુઃખદ આશ્ચર્ય લોકો મહેસૂસ કરી રહ્યા છે.
અનેક અનેક વર્ષો પછી જ્યારે શહેર તાલુકા ની વસ્તી અનેક ગણી વધી...ત્યારે આ પરંપરાગત જગા "હતી તેના કરતાં ઘણી નાની બની ગઈ" છેને ગજબ ! આજુ બાજુ બાંધ કામો થવાથી આ લોકમેળાની જગા ઘણી નાની બની ગઈ. આ નાની, નીચાણ વાળી જગા માં બારેમાસ માનવ અને પશુઓ ના મળ મૂત્ર સાથે બારેમાસ ગંદકી સાથે પ્લાસ્ટિક અને અન્ય કોથળીઓ સાથે અનેક પ્રકાર નો કચરો જોવા મળે છે.અહી જન્માષ્ટમી લોકમેળા ના ૨૪..૪૮ કલાક પહેલા ટ્રેક્ટર કે એવા વાહનથી જેવી તેવી સમતળ કરાય છે.અને લોકમેળો યોજાય છે. જેમાં ધંધુકા શહેર સિવાય તાલુકા ના ૪૦..૪૨ ગામડા ના હજજારો લોકો મેળો માણવા સતત ૫ દિવસ સુધી આવે જાય છે.લોક મેળા માં ચગડોળ,નાનો ચગડોળ,નાની મોટી ચકરડી, રાઇડ્સ,જાદુગર,વિગેરે લોકો તેમની ટીમ ના માણસો,રમકડાં અને અનેક અનેક ચીજવસ્તુ થી બે પૈસા કમાવા અનેક લોકો અન્ય સેન્ટર માંથી તેમના માણસો સાથે મેળા ના અગાઉ ના દિવસોથી અને મેળા પછી બધું સંકેલવા મેળાના ૫ દિવસ પણ યોજવા...સંકેલવા જાજા દિવસો થી રોકાણ કરતા હશે ને? હવે સહુથી ગંભીર સવાલ અને કલ્પના જરૂર થાય કે લોકમેળા માં શહેર સિવાય આખા તાલુકા ના હજજારો લોકો આવે ને જાય તો તે ટોટલ સંખ્યા કેટલી ઘણી હશે? અને આ મેળા ના આયોજન ના ચગડોળ,ચકરડી,રમકડાં અને અનેક ચીજ વસ્તુ વેચનારા અને તેમની સાથે આવેલા કામદારો ની પણ કેટલી બધી સંખ્યા હશે? હવે ગંભીર બાબત અને કલ્પના કરીએ કે આવા અનેક પૈકી ના લોકો પેશાબ પાણી સૌચ ક્રિયા કરવા ક્યાં જતા હશે? જ્યારે ધંધુકા શહેર ના ઘણા સૌચા લય પૈકીનું એક માત્ર એસ ટી સ્ટેન્ડ નું
સૌચાલાય ચાલુ..બાકી ના લગભગ બંધ !તો આ મેળા માં હજજારો લોકો અને મેળા ના કામદારો સૌચક્રિયા માટે ક્યાં જતા હશે? મહિલાઓ ની હાલત અને વ્યથા કેવી હશે?કલ્પના કરીએ. જેનો જવાબ એજ હોઇ શકે? "એટલામાં જ ક્યાંક ? "એટલામાજ ક્યાંક છૂટ્ટામાં ?"
લોકમેળા માં શ્રાવણ નો વરસાદ થાય..ત્યારે ઉબડ ખાબડ મેળાની આ જગા ની માટી વરસાદી કાદવ માં લોકો, ગંદકી વાળા મેદાન માં ધરબાયેલા માનવ અને પશુઓ ના બેક્ટેરિયા સાથે ના વરસાદી બેક્ટેરિયા યુક્ત કાદવ લોકો પોતાના બુટ,ચપ્પલ અને પગમાં બેક્ટેરિયા યુક્ત ચરણ રજ લઈને પોતાના ઘરે આવતા હશે જ ને? આ લોકમેળા ની નાની જગા માં જગાની ક્ષમતા કરતા તાલુકા ના લોકોની ભારે ભીડ થી ક્યારેક આગ,અકસ્માત કે અન્ય દુર્ઘટના સર્જાય તો આવી ભારે ભીડ ને ભાગી નીકળવું પણ કપરું બની શકે. આ ગંભીર બાબત છે.
એથી સુવિધા,સ્વચ્છતા અને સુરક્ષા જોખમાય છે. લોકમેળા ની નાની,શહેર વચ્ચેની, નીચાણ વાળી અને બારેમાસ ગંદકી યુક્ત જગા બદલી અન્ય વિશાળ જગા ફાળવવા લોકો ની ઉગ્ર માંગ છે.નવી વિશાળ જગા ફાળવવા ને સમય લાગે તો આ વર્ષે આવનાર જન્માષ્ટમી લોકમેળો બજાર સમિતિ ના કોટન માર્કેટ યાર્ડ માં યોજાય તેવી લોકોની માંગ છે.આવનાર લોકમેળો બજાર સમિતિ ના કોટન માર્કેટ માં યોજાય તો બજાર સમિતિ ને કોઈ વાંધો ન હોવો જોઈએ અને બજાર સમિતિ નું માર્કેટ યાર્ડ પણ ડિસ્ટર્બ થતું જણાતું નથી. બજાર સમિતિ કોટન માર્કેટ યાર્ડ માં જન્માષ્ટમી લોકમેળા ના આગળ ના ૩...૪ મહિના દરમ્યાન અને લોકમેળા ના પાછળ ના ૨...૩ માસ દરમ્યાન કોઈ પણ ચીજવસ્તુ ખેડૂતો હરાજી માં વેચાણ માટે લાવતા નથી. લોકમેળા માં મોટેભાગે ધંધુકા ના ખેડૂતો ખેત મજુરો અને તેમના ભૂલકાઓ આવે છે...કે
જેમના અનેક આ બજાર સમિતિ યાર્ડ માં પોતાની કૃષિ ઉપજની ચીજવસ્તુ વેચવા આવે છે. બજાર સમિતિ ખેડૂતો ના હિત અને ઉત્કર્ષ માટે રચાયેલી છે.ત્યારે ધંધુકા તાલુકા ના ખેડૂતો અને તેમના બાળકો એક અનેરો હર્ષ અનુભવશે અને બજાર સમિતિ પણ ગૌરવ અનુભવશે.
બજાર સમિતિ નું વિશાળ પટાંગણ અને આવવા જવાના મોટા સરસ ગેઇટ થી સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા જાળવવા નું જે તે ખાતાને ખુબ સરળ રહેશે.તાલુકા ના અનેક લોકો સરકારશ્રી અને બજાર સમિતિ તરફ સંતોષ સાથે પ્રસન્નતા ની લાગણી જતાવશે. સુખી સમુદાય ના લોકો તેમના બાળકો ને આનંદ મનોરંજન યા બર્થડે..યા અનેક બહાને સારી હોટલ યા અન્ય સ્થળે જઈ શકે.જન્માષ્ટમી નો લોકમેળો તે બારેમાસ તડકો,ટાઢ અને વરસાદ માં કાળી મજૂરી કરતા લોકોના ભૂલકાઓ માટે એક માત્ર તહેવાર તે જન્માષ્ટમી લોકમેળો છે.ગરીબ માણસો ના ભૂલકાં મેળાની રાહ જોઈ દિવસો ગણતા હોય છે અને કાલી ભાષા માં બોલતા સાંભળીએ છીએ.." દાદા મેલો ક્યાલે આવચે?મેળા માંથી મને લમકલું અપાવચોને? ત્યારે તેના દાદા પણ પોતાના પૌત્ર ને રમકડું અપાવવાની ખેવના રાખે છે. આપણે સહુએ ,રાજકીય મહાનુભાવોએ, સરકારી તંત્ર અને લાગતા વળગતા સહુ એ અનેક નાના માણસોની ચિંતા કરી યોગ્ય કરવું જોઈએ..તેવી લોકોની લાગણી છે. આ અંગે ધંધુકાના નગરજનો, વેપારીઓ, વ્યવસાયી,ખેડૂતો,કામદારો વિગેરે અનેક લોકોએ મામલતદાર શ્રી,પ્રાંત અધિકારી,નગરપાલિકા અને લાગતા વળગતા તંત્ર ને રજૂઆત કરી છે. તેમજ આ અતિ સમગ્ર પ્રજા હિત ની રજૂઆત યોજાનાર "સ્વાગત ફરિયાદ નિવારણ" કાર્યક્રમ મા લઈ યોગ્ય કરવા ધંધુકા શહેર તાલુકા ના લોકોએ મામલતદાર શ્રી, પ્રાંત ઓફિસર શ્રી ને રજૂઆત કરી છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.