આટકોટની શ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં 60 વર્ષ મહિલાના સ્તનમાં થયેલી કેન્સરની ગાંઠની સફળ સર્જરી કરાય લાંબા સમયથી પીડાતા દર્દીને મળી રાહત - At This Time

આટકોટની શ્રી કે.ડી. પરવાડિયા હોસ્પિટલમાં 60 વર્ષ મહિલાના સ્તનમાં થયેલી કેન્સરની ગાંઠની સફળ સર્જરી કરાય લાંબા સમયથી પીડાતા દર્દીને મળી રાહત


જસદણ તાલુકાના આટકોટ માં આવેલ શ્રી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં 60 વર્ષના મહિલા દર્દીને દુખાવો સતત રહેતો હોવાથી હોસ્પિટલ માં સારવાર માટે પહોંચ્યા હતા. ત્યારે સર્જન વિભાગના ડૉ. રાજ ગોધાણી દ્વારા દર્દીના તમામ જરૂરી રિપોર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે 60 વર્ષ મહિલાના સ્તનમાં કેન્સરની ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ દર્દીનું ઓપરેશન રાજ ગોધાણી દ્વારા અત્યાધુનિક સાધનો અને ટેકનોલોજી માધ્યમથી સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ ઓપરેશન ડૉ. નવનીત બોદર અને તેમની ટીમ દ્વારા આયુષ્માન કાર્ડ અંતર્ગત તદ્દન ફ્રી માં કરવામાં આવેલું. દર્દી અને પરિવારજનોએ આટકોટ કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની તમામ ડોક્ટર ટીમ તેમજ હોસ્પિટલના સ્વપ્ન દ્રષ્ટા ડોક્ટર ભરતભાઈ બોઘરાનો આભાર માન્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.