ઘરની બહાર સૂતેલા પરિવાર પર ટ્રક પલટી, 8નાં મોત:પરિવારમાં માત્ર એક છોકરી બચી, હાલત નાજુક; JCBની મદદથી પરિવારને બહાર કઢાયો, UPની ઘટના
ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક ઝૂંપડી પર રેતી ભરેલી ટ્રક પલટી ગઈ છે. ઘરની બહાર સૂઈ રહેલા એક જ પરિવારના 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. હવે પરિવારમાં માત્ર એક છોકરી બચી છે. મૃતકોમાં પતિ-પત્ની, 4 બાળકો, જમાઈનો સમાવેશ થાય છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ટ્રક ડ્રાઈવર અને હેલ્પરને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દુર્ઘટના ગઇ મોડી રાત્રે 1:30 વાગ્યે બની હતી. અકસ્માતની 4 તસવીરો... મૃતકોની ઓળખ અવધેશ (45), તેમની પત્ની સુધા (42), ત્રણ બાળકો- સુનૈના (11), લલ્લા (5), બુદ્ધ (4), અને જમાઈ કરણ (25), તેમની પત્ની (22) અને પુત્રી કોમલ (5) તરીકે થઈ છે. જેસીબીની મદદથી ટ્રક હટાવવી પડી
મલ્લવાન નગરમાં, ઉન્નાવ રોડ પર રસ્તાના કિનારે ઝૂંપડીઓમાં લોકો રહે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું- અમે રાત્રે સૂતા હતા, ત્યારે અચાનક અમને ચીસો સંભળાઈ. અમે દોડીને અવધેશના ઘરે પહોંચ્યા. જોયું કે આખો પરિવાર ટ્રકની નીચે દબાયેલો હતો. એક છોકરી ઘાયલ અવસ્થામાં હતી. અમે પોલીસને જાણ કરી. પોલીસે ઘટના સ્થળે પહોંચી જેસીબી બોલાવી હતી. આ પછી ટ્રક સીધી કરવામાં આવી. રેતી દૂર કરવામાં આવી હતી. છોકરી હોસ્પિટલમાં દાખલ, હાલત ગંભીર
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ટ્રકને જપ્ત કરી લેવામાં આવી છે. ડ્રાઇવરની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્ત છોકરી બિટ્ટુને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત નાજુક છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.