ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના CM બન્યા:પવન કલ્યાણ ડેપ્યુટી CM; TDPના 20, જનસેનાના 3 અને ભાજપમાંથી 1 મંત્રી, PM મોદી, અમિત શાહ અને રજનીકાંત હાજર - At This Time

ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના CM બન્યા:પવન કલ્યાણ ડેપ્યુટી CM; TDPના 20, જનસેનાના 3 અને ભાજપમાંથી 1 મંત્રી, PM મોદી, અમિત શાહ અને રજનીકાંત હાજર


તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના સુપ્રીમો ચંદ્રાબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત આંધ્રપ્રદેશના CM પદના શપથ લીધા છે. તેમના પછી નવી સરકારમાં જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણ ડેપ્યુટી CM પદના શપથ લીધા હતા. તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં તેમના ભાઈ અને દક્ષિણના સુપરસ્ટાર ચિરંજીવી અને રજનીકાંત પણ હાજર રહ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ​​​​​ચંદ્રાબાબુ નાયડુ આંધ્રપ્રદેશના સીએમ બન્યા છે. તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના અધ્યક્ષ ચંદ્રાબાબુ નાયડુની મુખ્યમંત્રી તરીકેની આ ચોથી ટર્મ હશે. શપથ ગ્રહણ સમારોહ વિજયવાડામાં ગન્નાવરમ એરપોર્ટ નજીક કેસરપલ્લી IT પાર્કમાં યોજાયો. નાયડુને મંગળવારે (11 જૂન) આંધ્ર પ્રદેશમાં NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. પવન કલ્યાણ વિધાનસભામાં ફ્લોર લીડર તરીકે ચૂંટાયા હતા. આ પછી નાયડુ અને કલ્યાણ રાજ્યપાલ એસ અબ્દુલ નઝીરને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, ભાજપ અધ્યક્ષ અને આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા નાયડુના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. મુખ્ય સચિવ નીરભ કુમાર પ્રસાદે મંગળવારે (11 જૂન) કહ્યું કે પીએમ મોદી સવારે 10.40 વાગ્યે વિજયવાડા એરપોર્ટ પહોંચશે. સમારોહ પછી, મોદી બપોરે 12.45 વાગ્યે ઓડિશાના મુખ્યમંત્રીના શપથ ગ્રહણ માટે ભુવનેશ્વર જશે. નાયડુના પુત્રને પણ કેબિનેટમાં સ્થાન
નાયડુની કેબિનેટમાં તેમના પુત્ર અને ટીડીપીના મહાસચિવ નારા લોકેશ, પ્રદેશ અધ્યક્ષ કે. અત્ચન્નાયડુ અને જનસેના પાર્ટીની રાજકીય બાબતોની સમિતિના અધ્યક્ષ નાંદેડલા મનોહર સામેલ છે. ટીડીપીના મંત્રીઓમાં 17 નવા ચહેરા છે. બાકીના 3 અગાઉ પણ મંત્રી રહી ચૂક્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.