મારો ભાણો બેઠો હોય ત્યારે તારાથી મસ્તી જ કેમ થાય? કહી ભંગારના ધંધાર્થી પર ત્રણ શખ્સોનો હુમલો: માથું ફોડી નાખ્યું
બાબરીયા કોલોનીમાં શ્યામ હોલ પાસે આવેલ મોમાઈ હોટલ નજીક ભંગારના ધંધાર્થી યુવાનને ધમકી આપ્યા બાદ ત્રણ શખ્સોએ ધોકા-પાઈપથી ઢોરમાર મારી માથું ફોડી નાખ્યું હતું. યુવાનને લોહીલોહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે બાબરીયા કોલોની રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.1માં નવરંગ હોલની બાજુમાં રહેતા અરબાજ અજીતભાઈ પતાણી (ઉ.24)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હમીઝ ઉર્ફે ભાણો, રફીક મોદી ઉર્ફે ડાડીયો, દાનીસ સીપાઈ અને એક અજાણ્યા શખ્સની નામ આપી જણાવ્યું કે તે તેના માતા, ભાઈ અને બહેન સાથે રહે છે. તેમજ તે મવડી પ્લોટમાં મહાદેવવાળી શેરીમાં ભંગાર હાઉસ નામે ભંગારનો ડેલો ચલાવે છે. ગઈકાલે બપોરના સમયે તે તેના નાનપણનો મીત્ર સાહિલ, સીકંદર, રીયાઝ અને શાહીલનો મીત્ર હમીઝ ઉર્ફે ભાણો સાથે તેના ઘર પાસે આવેલ ઝરીયા પાન નામની દુકાને બેઠા હતા.
તે દરમ્યાન તે અને સાહીલ એકબીજાની મસ્તી કરતા હતા. બાદમાં તેઓ પોત પોતાના ઘરે ચાલ્યા ગયેલ હતા. ત્યાર બાદ રાત્રીના સમયે હમીઝ ઉર્ફે ભાણાના મામા રફીક મોદી ઉર્ફે ડાડીયોનો ફોન આવેલ અને કહેલ કે તું કેમ હમીઝ બેઠો હોય ત્યારે બધાની મસ્તી કરે છે. તારે હમીઝનું મોઢુ રાખવાનું નથી? તેમ કહી ફોનમાં ગાળો બોલી ફોન કાપી નાખેલ. ત્યારબાદ હમીઝ ઉર્ફે ભાણાનો ફોન આવેલ અને કહેલ કે તું કયાં છે? અને ગાળો આપી કહેલ કે હું બાબરીયા કોલોની પાસે છું જેથી તેને હું ત્યાં આવું છું તેમ કહ્યું હતું.
ત્યારબાદ ફરીથી હમીઝનો ફોન આવેલ અને કયાં છો? તેવું પુછતા હું શ્યામ હોલ પાસે આવેલ મોમાઈ હોટલ પાસે છું તેવું કહેતા તેને ત્યાંજ ઉભો રહેજે તેમ કહી ફોન કાપ્યા બાદ થોડીવારમાં હમીઝ ઉર્ફે ભાણો તેનો મીત્ર દાનીસ અને એક અજાણ્યો શખ્સ ધસી આવેલ અને ત્રણેય શખ્સો ઢીકાપાટુનો માર મારવા લાગેલ તેમજ હમીઝ ઉર્ફે ભાણાએ બાઈકમાંથી લોખંડનો પાઈપ કાઢી માથાના ભાગે ઝીંકી દીધો હતો. તેમજ દાનીસે લાકડાના ધોકાથી પગના ભાગે ફટકારવા લાગતા યુવાન બેભાન થઈ ઢળી પડયો હતો. ત્યારબાદ લોકો એકઠા થતા આરોપીઓ નાસી છુટયા હતા.
બાદમાં યુવાનને લોહીલોહાણ હાલતમાં સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.