કામ ન મળતાં સ્માઈલીને આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો હતો:એક્ટ્રેસે કહ્યું, ‘ખાતામાં બે રૂપિયા વધ્યા હતા, પિતરાઈ બહેન પૂજા ભટ્ટે મને ફિલ્મમાંથી કાઢી મૂકી હતી’
બોલિવૂડ એક્ટ્રેસ સ્માઈલી સૂરી લાંબા સમય બાદ એક્ટિંગની દુનિયામાં પરત ફરી રહી છે. તે ટૂંક સમયમાં વેબ સિરીઝ 'હાઉસ ઓફ લાઈઝ' દ્વારા વર્ષો પછી અભિનયમાં પુનરાગમન કરવા જઈ રહી છે. એક ઈન્ટરવ્યુમાં સ્માઈલીએ તેની કારકિર્દીના ઉતાર-ચઢાવ અને ભટ્ટ પરિવાર વચ્ચેના અણબનાવ વિશે વાત કરી હતી. તેણે જણાવ્યું કે તે એવા ખરાબ તબક્કામાં પહોંચી ગઈ હતી કે તેના ખાતામાં માત્ર બે રૂપિયા જ બચ્યા હતા. સ્માઈલીએ પૂજા ભટ્ટ પર આક્ષેપો કર્યા હતા
સ્માઈલીએ કહ્યું કે, પૂજાએ મને ફિલ્મ 'હોલિડે'માંથી બહાર કરી દીધી હતી ત્યાર બાદ મને 'કલયુગ' મળી. તે દરમિયાન હું ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. ફિલ્મ 'હોલિડે'માંથી કાઢી મૂક્યા બાદ જ્યારે હું સેટ પરથી ઘરે પહોંચી ત્યારે મેં મારી જાતને રૂમમાં બંધ કરી દીધી હતી. તે પછી ભટ્ટ સર (મહેશ ભટ્ટ)એ મને 'કલયુગ'માં કામ આપ્યું પરંતુ તે પછી તેમણે કોઈ ફિલ્મની ઑફર ન કરી કારણ કે તેમણે તેમની પુત્રી (પૂજા)ની વાત માનવી હતી. ફિલ્મો ન મળવાને કારણે આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો
સ્માઈલીએ જણાવ્યું કે કામ ન મળવાને કારણે તેને આર્થિક તંગીનો સામનો કરવો પડ્યો. સ્માઈલીએ કહ્યું, 'મારા બેંક ખાતામાં માત્ર બે રૂપિયા જ બચ્યા હતા. જ્યારે હું પોલ ડાન્સિંગ શીખવા સિંગાપોર ગઈ ત્યારે મારી પાસે એક હજાર ડોલરમાં પોલ ખરીદવાના પૈસા નહોતા. હું ગણતરી કરતી હતી કે જો હું ચાર દિવસ ન ખાઉં તો કદાચ હું તે પોલ લઈ જઈશ અને પછી મેં તે જ કર્યું. મેં કેટલાક દિવસો ફક્ત કોફી પીને અને કેળા ખાઈને વિતાવ્યા 'કલયુગ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું
સ્માઈલી ફિલ્મ નિર્દેશક મોહિત સૂરીની બહેન છે. આ સિવાય તે આલિયા અને પૂજા ભટ્ટની કઝીન પણ છે. સ્માઈલીએ 2005માં આવેલી ફિલ્મ 'કલયુગ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ પછી સ્માઈલીને ફિલ્મોમાં કામ ન મળ્યું અને તે પ્રોફેશનલ પોલ ડાન્સર બની ગઈ. સ્માઈલી ફિલ્મ 'યે મેરા ઈન્ડિયા'માં જોવા મળી હતી, જેમાં તે અનુપમ ખેર અને સીમા બિસ્વાસ સાથે કામ કરી રહી હતી. આ ફિલ્મ બહુ કમાલ કરી શકી નથી. સ્માઈલીએ ઈમરાન હાશ્મી અભિનીત ફિલ્મ 'ક્રૂક'માં પણ એક નાનકડી ભૂમિકા ભજવી હતી. સિરિયલ 'જોધા-અકબર' સિવાય સ્માઈલી ટીવી રિયાલિટી શો 'નચ બલિયે-7' (2015)માં પણ જોવા મળી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.