સિદ્ધુ મૂસેવાલાને અગાઉથી જ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો:ગીતો દ્વારા આશંકા વ્યક્ત કરી હતી, પિતાને કહ્યું હતું, 'પપ્પા તમારે હજુ ઘણું જોવાનું બાકી છે' - At This Time

સિદ્ધુ મૂસેવાલાને અગાઉથી જ મૃત્યુનો આભાસ થઈ ગયો હતો:ગીતો દ્વારા આશંકા વ્યક્ત કરી હતી, પિતાને કહ્યું હતું, ‘પપ્પા તમારે હજુ ઘણું જોવાનું બાકી છે’


29 મે, 2022 ના રોજ, સિદ્ધુ મૂસેવાલા તેના કાળા રંગની થારમાંથી બહાર આવ્યો કે તરત જ ગોલ્ડી બ્રારના શૂટર સાગરિતોએ તેના પર ગોળીબાર કર્યો. આ સાથે એક ચમકતો સિતારો આ દુનિયાને કાયમ માટે છોડી ગયો. સિદ્ધુએ પોતાની ટૂંકી કારકિર્દીમાં એવા હિટ ગીતો આપ્યાં, જે આજે પણ લોકોના હોઠ પર રમે છે. જો તે જીવતો હોત તો આજે તેનો 32મો જન્મદિવસ ઉજવી રહ્યો હોત. સિદ્ધુ 2021માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. તેના પર તેમણે કહ્યું હતું કે સિસ્ટમ બદલવા માટે સિસ્ટમનો ભાગ બનવું પડે છે. તેઓ સત્તા માટે રાજકારણમાં જોડાયા. સિદ્ધુ મુસેવાલાના પિતાએ તાજેતરમાં રાહુલ ગાંધી સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યું કે, 'સિદ્ધુ હંમેશા મને કહેતા હતા કે તમારે હજુ ઘણું જોવાનું છે. તે જાણતા હતા કે આ લોકો તેમને છોડશે નહિ.' સિદ્ધુ મૂસેવાલા 3 ડિસેમ્બર, 2021ના રોજ કોંગ્રેસમાં જોડાયા હતા. સિદ્ધુ પહેલા પણ તેમનો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો હતો. જો કે, આમ આદમી પાર્ટી દ્વારા પણ સિદ્ધુનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સિદ્ધુના ગીતોએ હંમેશા યુવાનોના દિલ પર રાજ કર્યું છે. તેમના ગીતોના બોલ હંમેશા સિસ્ટમ બદલવાની વાત કરે છે. તેના પર સિદ્ધુનું કહેવું કહેવું હતું કે,-' મારા ગીતો યુવાનોને આકર્ષે છે. આનું કારણ એ છે કે હું હંમેશા ખૂબ જ સ્પષ્ટવક્તા રહ્યો છું. મારા ગીતો કે મારા શબ્દોમાં કોઈપણ પ્રકારનું ફિલ્ટર નથી. હું મારા ગીતો દ્વારા મારી લાગણીઓને વ્યક્ત કરું છું. કદાચ લોકોને તે ગમે છે.' 'ગન કલ્ચરને પ્રોત્સાહન આપવામાં કંઈ ખોટું નથી'
સિદ્ધુ કહેતા હતા કે, 'ગન કલ્ચરને પ્રોત્સાહન આપવામાં કંઈ ખોટું નથી. જો કે, આપણે જાણવું જોઈએ કે તેના ગેરફાયદા શું છે? તેના ફાયદા શું છે? તેનો ઉપયોગ કેવી રીતે યોગ્ય છે?' 'બંદૂકો આટલી ખરાબ છે તો સરકાર લાયસન્સ કેમ આપે છે? આપણા ધર્મમાં તેને આપણા શરીરનું અંગ માનવામાં આવે છે. સેનાને શસ્ત્રો આપવામાં આવ્યાં છે, જો તેઓ તે હથિયારોનો ઉપયોગ સામાન્ય લોકો પર કરે છે તો તે ખોટું છે, કારણ કે તેમને આપણી સુરક્ષા માટે શસ્ત્રો આપવામાં આવ્યા છે. બંદૂક રાખવાનું એકમાત્ર કારણ 'વ્યક્તિગત સલામતી' છે.' સિદ્ધુ ઇચ્છતા હતા કે, લોકો તેમને આ અંગે સવાલ કરે, જેથી તે લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરી શકે. સિદ્ધુને લાગ્યું કે પંજાબની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની પાસે તેમની વચ્ચે કોઈ નેતા નથી. તેમનું કહેવું હતું કે, 'નેતા બન્યા પછી દરેક વ્યક્તિ પોતાને સામાન્ય લોકોથી અલગ માનવા લાગે છે. આપણને એવા નેતાની જરૂર છે જે સામાન્ય લોકો સાથે જોડાયેલા હોય. તેમની વચ્ચે રહે અને તેમની જરૂરિયાતોને સમજે. સિદ્ધુએ ન્યૂઝ 18 સાથે વાત કરતા આ વાત કહી.' પિતા બલકૌર સિંહે કહ્યું, 'સિદ્ધુ જાણતા હતા કે તેઓ તેને છોડશે નહીં'
સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહ તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા. તેમણે કહ્યું કે, 'સિદ્ધુને પહેલેથી જ ખ્યાલ હતો કે તેની સાથે કંઈક ખોટું થવાનું છે.' બલકૌર સિંહે કહ્યું, 'સિદ્ધુને બાળપણથી જ ગાવાની આવડત હતી. તે શાળામાં હતો ત્યારથી ગીતો ગાતો હતો. હું જાણતો હતો કે તે ગાય છે, પરંતુ તેણે ક્યારેય મારી સામે ગાયું નથી. તે વોશરૂમમાં અને રૂમ બંધ કર્યા પછી ગાતો હતો. હું અને મારા ભાઈ તેમને અમારા માટે પણ ગાવાનું કહેતા હતા, ત્યારે સિદ્ધુ કહેતો હતો કે 'ના, હું તમારી સામે નહીં ગાઉં.' જ્યારે તે કોલેજમાં પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે મેં તેનું ગીત પહેલીવાર સાંભળ્યું હતું. હું મોઢું ઢાંકીને સિધ્ધુનું ગીત છુપાઈને સાંભળવા ગયો હતો. શરૂઆતમાં તે મને ઓળખી ન શક્યો, પરંતુ થોડા સમય પછી તેણે મને જોયો. મેં તેને પહેલીવાર પરફોર્મ કરતા જોયો ત્યારે તે સ્ટેજ પર ફરતાં ફરતાં ગીતો ગાતો હતો. હું ખૂબ ખુશ થયો હતો.' તેના પ્રોફેસરોએ મને કહ્યું હતું, 'સાહેબ, તેને રોકશો નહીં. તે ઘણો આગળ વધશે. તે દિવસથી મેં નક્કી કરી લીધું હતું કે, હું સિદ્ધુને રોકીશ નહીં. તે જે પણ કરવા માગે છે તેમાં હું તેને સાથ આપીશ. કોલેજ પછી મેં તેને કેનેડા મોકલી દીધો. તે ત્યાંથી પાછો ફર્યો ત્યારે તે કંઈક અલગ જ સ્વરૂપમાં પાછો ફર્યો.' 'સિદ્ધુએ એક દાખલો બેસાડ્યો છે. તે સમજાવે છે કે આપણા માતા-પિતા પ્રત્યેનું આપણું જોડાણ કેવી રીતે ગાઢ બનાવવું. તેના ગયા પછી, મને સમજાયું કે તે મને વારંવાર કહેતો હતો, 'પપ્પા, તમારે હજુ ઘણું જોવાનું બાકી છે.' તે જાણતો હતો કે તેઓ તેને છોડશે નહિ.' 'સિદ્ધુ રાજકારણમાં એટલા માટે જોડાયો હતો કારણ કે તેમને થોડી સત્તા જોઈતી હતી. તેણે વિચાર્યું હતું કે જો તેમને થોડી સત્તા મળશે તો આ લોકો તેનો પીછો કરવાનું બંધ કરી દેશે. આ લોકો ઇચ્છતા હતા કે જો તેણે કામ કરવું હોય તો તે તે લોકોના તાબામાં રહીને કામ કરે, પરંતુ મારો સિદ્ધુ ઝૂકવામાં માનતો ન હતો. તે લોકોએ તેના પર ખૂબ જ દબાણ બનાવ્યું હતું. મારા દીકરાના મોતનું ફરમાન પહેલાથી જ છૂટી ગયું હતું.' જ્યારે તમારું બાળક તમારી સામે મૃત્યુ પામે છે, ત્યારે તમે કમાયેલા પૈસા પણ તમારું મૃત્યુ બની જાય છે. તેના ગયા પછી હું ભાંગી પડ્યો હતો, પરંતુ મેં હાર માનવાને બદલે મારી બધી શક્તિ એકઠી કરી. હું જીવતો છું ત્યાં સુધી મારી ફરજ નિભાવતો રહીશ. ભગવાને મને બીજો સિદ્ધુ આપ્યો છે. જે બિલકુલ મારા પ્રથમ સિદ્ધુ જેવો જ છે.' સિદ્ધુ મૂસેવાલાનો જન્મ
સિદ્ધુ મૂસેવાલાનું સાચું નામ શુભદીપ સિંહ સિદ્ધુ હતું. તેમનો જન્મ 11 જૂન, 1993ના રોજ પંજાબના માનસા જિલ્લાના મૂસા ગામમાં પિતા બલકૌર સિંહ અને માતા ચરણ કૌરને ત્યાં થયો હતો. તે જાટ પરિવારના હતા. 2016 માં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. તેના મૃત્યુના દિવસે પહેલી વાર માતા પાસેથી તિલક કરાવ્યા વગર બહાર ગયો હતો
સિદ્ધુની અંતિમ પ્રાર્થનામાં તેના પિતાએ ખુલાસો કર્યો હતો કે, સિદ્ધુ તેની માતાના હાથે તિલક કરાવ્યા વગર ઘરની બહાર નહોતો નીકળતો, પરંતુ તેના મૃત્યુના દિવસે તેની માતા કોઈ સંબંધીના ઘરે ગઈ હતી. જેના કારણે સિદ્ધુ તિલકે કર્યા વિના જ નીકળી ગયા હતો અને પછી આ થયું.' માનસા ગામમાં સિદ્ધુની હત્યા કરવામાં આવી હતી.
માનસા જિલ્લાના મૂસા ગામમાં રહેતા શુભદીપ સિંહ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની 29 મે, 2022ના રોજ જવાહરકે ગામમાં હત્યા કરવામાં આવી હતી. બે મિત્રો સાથે સિક્યોરિટી વિનાની થાર જીપમાં જઈ રહ્યા હતા ત્યારે પંજાબ-હરિયાણાના 6 શૂટરોએ તેને ગોળીઓ મારી હતી. હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગના ગોલ્ડી બ્રારે લીધી હતી. પોલીસે આ કેસમાં લોરેન્સ-ગોલ્ડી સહિત 30થી વધુ ગેંગસ્ટર વિરુદ્ધ કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.