લીલાવંતી હોલ ફાયરની ટીમે સીલ માર્યું છતાં પ્રસંગમાં ઉપયોગમાં લેવાતાં બે સામે ફરિયાદ
લીલાવંતી હોલને મનપાની ફાયરની ટીમે સીલ માર્યું હોવા છતાં સંચાલકોએ ભાડે આપી દેતા મનપાના ફાયર સ્ટેશનના ઓફિસરે આજીડેમ પોલીસ મથકમાં સંચાલક સહિત બે સામે ગુનો નોંધ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ફરિયાદી અમીતભાઇ કનકરાય દવે (ઉ.વ.48 હોદ્દો ફાયર સ્ટેશન ઓફીસર કોઠારીયા રોડ ફાયર સ્ટેશન રાજકોટ, રહે.આશુતોષ સોસાયટી બ્લોક નં.39 એરોડ્રામ રોડ રાજકોટ) એ આરોપી તરીકે લીલાવંતી હોલના માલિક હર્ષદભાઈ પ્રતાપભાઈ સગર અને હોલનું બુકિંગ કરનાર માધવી તન્નાનું નામ આપ્યું હતું.
ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલીકાની ફાયરની ટીમ વોર્ડ નં-18માં ફાયર સેફ્ટી ચકાસણીની કામગિરીમાં હતાં ત્યારે તા.06/06/2024 ના રોજ ઓમકાર સ્કુલની બાજુમા રોલેક્ષ રોડ પર આવેલ લીલાવંતી કોમ્યુનીટી હોલમાં તપાસ કરતા ફાયર સેફ્ટી અંગેની હાઈડન સીસ્ટમ તથા બીયુ પરમીશન તથા ફાયર એન.ઓ.સી મેળવેલ ન હોવાનુ જણાતા હોલના ત્રણ દરવાજા બંધ કરી તાળુ મારી મેઇન દરવાજાને સીલ કરી દિધો હતો.
બાદ બુકીંગનુ કામ સંભાળતા માધવી એચ તન્નાને જાણ કરેલ કે આ હોલનો કોઇ પણ પ્રસંગ માટે ઉપયોગ કરવો નહીં તેવી સમજ કરેલ હતી. બાદ તા.8/6/2024ના રોજ રાત્રીના મનપાની ટીમ પેટ્રોલિંગ હતી દરમિયાન સીલ મારેલ લીલાવંતી હોલના પાછળના ગેટના દરવાજા ખુલ્લા હતા અને હોલમાં કોઇ પ્રસંગ હોય અને ઘણા માણસો હોય જેથી હોલ માલિકને અને બુકિંગ કરનાર માધવીને ફાયર સેફ્ટી ન હોવા છતાં માનવ જિંદગી જોખમમાં મુકાય તેમ છતાં ભાડે આપી દીધાનું સ્પષ્ટ થતાં પોલીસે લીલાવંતી હોલના માલિક હર્ષદભાઈ પ્રતાપભાઈ સગર અને હોલનું બુકિંગ કરનાર માધવી એચ તન્ના સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.