હિંમતનગરમાં સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના મંડપનું કામ પૂર્ણ, - At This Time

હિંમતનગરમાં સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના મંડપનું કામ પૂર્ણ,


હિંમતનગરમાં સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ મંદિરના મંડપનું કામ પૂર્ણ,
ઘુમ્મટ અને શિખરનું કામ શરુ થશે
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હાથમતી
નદી કિનારે આવેલ સ્વયંભુ ભોલેશ્વર મહાદેવ
મંદિરનો જીર્ણોદ્ધાર દિવાળી પહેલા શરુ થયો
હતો. હાલમાં મંડપનું કામ પૂર્ણ થયું છે ત્યારે
હવે ઘુમ્મટ અને શિખરનું કામ શરુ થશે. ત્યારે
દિવાળી સુધીમાં ધાંગ્રધાના પથ્થરોમાંથી તૈયાર
થઇ જશે આ અંગે ભોલેશ્વર મંદિર ટ્રસ્ટના મંત્રી સુમન
રાવલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું
કે, ગુજરાત યાત્રાધામ બોર્ડ દ્વારા રૂ 1 કરોડની
ફાળવણી કર્યા બાદ જૂનું મંદિર દૂર કરાયું હતું.
ત્યારબાદ નવીન મંદિર બનાવવાની કામગીરી
હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન તહેવારોને
લઈને કામગીરી બંધ રાખવામાં આવી હતી.
ધાંગ્રધાના પથ્થરોથી નવીન મંદિરની કામગીરી શરૂ
થઈ હતી. હાલમાં મંડપની કામગીરી પૂર્ણ થઈ
છે. એટલે કે 50 કામગીરી પૂર્ણ થઈ છે. હોવી
ઘુમ્મટ અને શિખરની કામગીરી કરવામાં આવશે
તો દિવાળીએ મંદિર તૈયાર થવાની શક્યતા છે.
ત્યારે મંદિરના પથ્થરો આવતા કામગીરી કરાઈ
રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.