બોટાદના તુલસીનગર બે માં ચાર વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કોઈ ઉકેલ નહીં
આરસીસી રોડ જમીન લેવલથી ઊંચો બનતા 2023 માં ઢીંચણસમા પાણી ભરાયા હતા બોટાદ શહેરમાં ઢાંકણીયા રોડ ઉપર તુલસીનગર બે વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાયા છે આથી તમામ રહીશો ભેગા થઈ તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ સાથે સૂત્રોચાર કર્યા હતા અને જો તાત્કાલિક સમસ્યા હલ નહીં થાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી હતી બોટાદમાં કાકરીયા રોડ ઉપર આવેલી તુલસી નગર બે વિસ્તારમાં અંદાજે 500 થી વધારે લોકો રહે છે પરંતુ જ્યારે ચોમાસું આવે ત્યારે આ વિસ્તારમાં લોકો મુશ્કેલીમાં મુકાય છે આ વિસ્તારમાં આરસીસી રોડ બનવામાં આવ્યો છે પરંતુ આ રોડ જમીન લેવલથી ઊંચો બનાવ્યો હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી જેના લીધે આ વિસ્તારમાં છેલ્લા ચારેક વર્ષથી વરસાદી પાણી ભરાય છે જેના લીધે ચોમાસા દરમિયાન આ લોકોને અવરજવર કરવા માટે તેમજ બાળકોને સ્કૂલે જવામાં પારાવાર હાલાકી ભોગવવી પડે છે તેમ જ આ લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જાય છે આ અંગે આ વિસ્તારના રહીશોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી છે તેમ છતાં તંત્ર દ્વારા આજે દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી હાલ ચોમાસું નજીક આવ્યું છે અને પાણી બનાવવાની સમસ્યા હલ કરવા ન આવતા આ વિસ્તારના રહીશોમાં રોજ ફેલાયો છે અને મોટી સંખ્યામાં રહીશો ભેગા થઈ તાત્કાલિક પાણીના નિકાલ થાય તે માટેની કામગીરી કરવા માંગ કરી હતી. જો આવતા દિવસોમાં આ સમસ્યા હલ નહીં થાય તો રહીશોએ ઉપવાસ પર બેસવાની તંત્રને ચીમકી આપી છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.