રાણપુરમાં વીજપોલ થી કરંટ લાગતા ગાયનું મોત તંત્ર મોટી હોનારતની રાહમાં
પીજીવીસીએલને અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં બોટાદ જિલ્લાના રાણપુરમાં વરસાદી વાતાવરણ વચ્ચે શોર્ટ સર્કિટથી ગૌવંશનું મોત નીપજ્યું છે શહેરના કૃષ્ણનગર બેમાં ગદાણી સ્કૂલની બાજુમાં વીજ પોલમાં પીજીવીસીએલ તંત્રની પોલ ખુલ્લી પડી છે બોટાદના રાણપુરમાં કૃષ્ણનગર બેમાં ગદાણી સ્કૂલની બાજુમાં આવેલો વીજ પોલમાંથી કરંટ લાગતા કનુભાઈ જોગરાણા ની ગાયનું પાંચ છ ફૂટના અંતરેથી વીજશોકના પગલે મોતનીપજ્યું હતું જ્યારે બીજી પશુઓ પણ બાજુમાંથી પસાર થતા હતા પરંતુ તેઓનો સદનસીબે બચાવ થવા પામ્યો હતો આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે અવારનવાર આ જગ્યા પર વીજશોક લાગતો હોય છે આ અંગે કિશનભાઇ મકવાણા રાણપુર ગ્રામ પંચાયતના સભ્યે જણાવ્યું હતું કે આ અંગે પીજીવીસીએલમા જાણ કરાઈ હતી પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી મહિનામાં એક બે આવા બનાવ બનતા હોય છે આ પશુના બદલે કોઈ માણસનો ભોગ લેવાયો હોય તો જવાબદારી કોની? આવી ઘટના બીજી વાર ન બને માટે સમારકામની માંગ છે આ અંગે હિતેશભાઈ પરમાર ગૌ નંદી ગ્રુપ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનેકવાર વીજ કરંટ લાગવાના નાના-મોટા બનતા હોય છે અગાઉ પણ ખ્વાજા પાર્ક તેમજ મંદનીનગર વિસ્તારમાં પણ બે નદી મહારાજ ભોગ બન્યા હતા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તો શું તંત્ર કોક માણસના ભોગની વાટ જોવે છે હવે આવનારા દિવસોમાં આવો કોઈ બનાવનો બને તેવી તંત્રની રજૂઆત છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.