ગીર સોમનાથ અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓને ૩૦ દિવસની ઇલેક્ટ્રિક મોટર રીવાઈન્ડિંગ અને સર્વિસ અને ટુ વ્હીલર મેકેનિકલની તાલીમ અપાશે
ગીર સોમનાથ અને જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓને ૩૦ દિવસની ઇલેક્ટ્રિક મોટર રીવાઈન્ડિંગ અને સર્વિસ અને ટુ વ્હીલર મેકેનિકલની તાલીમ અપાશે
-----------
એસબીઆઇ આરસેટી દ્વારા તાલીમની સાથે નિઃશુલ્ક આવાસ અને ભોજનની સુવિધા અપાશે
-----------
ગીર સોમનાથ તા.૦૭: ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા(આરસેટી) જૂનાગઢ દ્વારા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ માટે ૩૦ દિવસની ઇલેક્ટ્રિક મોટર રીવાઇન્ડિંગ અને સર્વિસ તેમજ ટુ વ્હીલર મેકેનિકની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમમાં નિઃશુલ્ક આવાસ અને ભોજનની સુવિધા આપવામાં આવશે.
આ તાલીમમાં ૧૮ વર્ષથી ૪૫ વર્ષ સુધી ગીર સોમનાથ અને જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના ભાઇઓ ભાગ લઇ શકે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારત સરકાર માન્ય પ્રમાણપત્ર અને સબસિડીવાળી લોનનો લાભ પણ આપવામાં આવશે.
આગામી તા.૧૧/૦૬/૨૦૨૪ થી ઇલેક્ટ્રિક મોટર રીવાઇન્ડિંગ અને સર્વિસ તેમજ ટુ વ્હીલર મેકેનિકની તાલીમ શરૂ થઇ રહી છે. આ તાલીમમાં ભાગ લેવા માટે સોમવારથી શનિવાર સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી ૦૨૮૫૨૬૨૦૯૫૧ તથા મો.નં.૯૯૦૪૬૪૬૪૬૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
આ તાલીમ એસબીઆઇ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં બીલખા રોડ, જૂનાગઢ ખાતે નિઃશુલ્ક આપવામાં આવશે. આ તાલીમમાં જોડાવા માટે ૩ પાસપોર્ટ સાઇઝના ફોટા, આધારકાર્ડ, રેશનકાર્ડ, માર્કશીટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેન્કની પાસબુક આ તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્ષ આપવાની રહેશે.
૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.