બ્લેક સ્કિન ટોનને કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો:'BB16' ફેમ સુમ્બુલ તૌકીર સાંભળતી હતી ટોણા, ટીવીની 'ઝાંસી કી રાની'ને પણ ભેદભાવનો સામનો કરવો પડ્યો - At This Time

બ્લેક સ્કિન ટોનને કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો:’BB16′ ફેમ સુમ્બુલ તૌકીર સાંભળતી હતી ટોણા, ટીવીની ‘ઝાંસી કી રાની’ને પણ ભેદભાવનો સામનો કરવો પડ્યો


એક્ટ્રેસ ઉલ્કા ગુપ્તાના જણાવ્યા અનુસાર તેમને બ્લેક સ્કિનના કારણે અનેક રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. જો કે, એક્ટ્રેસે તેની પ્રતિભાના માર્ગમાં ક્યારેય તેમનો આ શ્યામ રંગ આવવા દીધો નથી. 'ઝાંસી કી રાની', 'મૈં હૂં સાથ તેરે' જેવા શોમાં કામ કરી ચૂકેલી ઉલ્કાએ કહ્યું કે, આજે પણ તેમના કાસ્ટિંગ એજન્ટ પાસે ગોરા રંગની એક્ટ્રેસની ડિમાન્ડ આવે છે. ઉલ્કા એવી પહેલી ટીવી એક્ટ્રેસ નથી જેને તેના ડાર્ક કોમ્પ્લેક્શનને કારણે રિજેક્શનનો સામનો કરવો પડ્યો હોય. સુમ્બુલ તૌકીર, નિયા શર્મા, સેહબાન અઝીમ, હિના ખાન સહિતના ઘણા ટીવી કલાકારો છે જેમને તેમની ડાર્ક સ્કિન ટોનને કારણે ઘણી વખત રિજેક્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં જ રિયાલિટી શો MTV Splitsvilla X5 સ્પર્ધક ખનક વાઘનાની પણ તેની ડાર્ક સ્કિન ટોનને કારણે ઓનલાઈન ટ્રોલિંગનો શિકાર બની હતી. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન આ કલાકારોએ તેમની અગ્નિપરીક્ષા અંગે ખુલ્લીને વાત કરી હતી. કેટલાકને કરિયરની શરૂઆતમાં ટોણા સાંભળવા પડ્યા હતા તો કેટલાકને શૂટિંગ દરમિયાન ફેર દેખાવાનું દબાણ હતું. ચાલો જાણીએ આ કલાકારોએ શું કહ્યું: મારા ડાર્ક કોમ્પ્લેક્શનનના કારણે હું ઘણા પ્રોજેક્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતીઃ ઉલ્કા ગુપ્તા
નાની ઉંમરથી જ મારો ગ્લેમર ઇન્ડસ્ટ્રીની આ બ્લેક સાઈડનો સામનો થયો હતો. મને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. નાનપણમાં જ્યારે પણ હું મારા પિતા સાથે ઓડિશન માટે જતી ત્યારે લોકો મારા ડાર્ક કોમ્પ્લેક્શનનેને જોઈને મને રિજેક્ટ કરતા હતા. ખુલ્લો ભેદભાવ હતો. આ જોઈને મારા પિતા અને હું ખૂબ નિરાશ થયા હતા. મારા શ્યામ વર્ણના કારણે હું ઘણા પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગઈ હતી. તે જ સમયે, આ રંગને કારણે મને 'સાત ફેરે'માં સલોનીની પુત્રીનો રોલ મળ્યો. મેં મારી પ્રતિભાને આડે ક્યારેય મારો રંગ આવવા દીધો નથી. મેં કેટલાક ટીવી શો કર્યા અને પછી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઝંપલાવ્યું. ત્યાં મને મારી એક નવી ઓળખ મળી. મારા આત્મવિશ્વાસનું સ્તર ઘણું વધી ગયું હતું. હું પ્રતિભા દ્વારા આગળ વધવા માગતી હતી. મેં અત્યાર સુધી ઘણી તેલુગુ, મરાઠી, હિન્દી અને બંગાળી ફિલ્મો કરી છે. ટેલિવિઝન પર પણ ઘણું કામ કર્યું છે. મને ગર્વ છે કે, હું આ કરી શકી છું. કમનસીબે આજે પણ મારા કાસ્ટિંગ એજન્ટ ગોરા રંગની એક્ટ્રેસ માટે પૂછે છે.' લોકો કહેતા હતા કે આવી કાળી છોકરીને લીડ રોલ કેવી રીતે મળ્યો?: સુમ્બુલ તૌકીર ખાન
'જે દિવસે મને મારો પહેલો ટીવી શો 'ઇમલી' મળ્યો, હું ખૂબ જ ખુશ હતી. પરંતુ થોડા સમય રડવા પણ લાગી હતી. હકીકતમાં, મને અભિનંદન આપવાને બદલે કેટલાક કહેતા હતા કે આવી કાળી છોકરીને લીડ રોલ કેવી રીતે મળ્યો? મને તેમના આ શબ્દો ખૂબ જ અપમાનજનક લાગ્યા. હું ખૂબ રડતી પણ હતી. પરંતુ ધીમે ધીમે વસ્તુઓ બદલાવા લાગી. શોની ટીઆરપીએ આ લોકોને જડબાતોડ જવાબ આપ્યો. મને મારા ચાહકો તરફથી ઘણો સપોર્ટ અને પ્રેમ મળ્યો.' 'વેલ, નાનપણથી જ મને મારી સ્કિન ટોન વિશે ઘણા ટોણા સાંભળવા મળતા હતા. મારો પ્રારંભિક તબક્કો ખૂબ જ મુશ્કેલ હતો. બાળ કલાકાર તરીકે, જ્યારે પણ હું ઓડિશન માટે જતી ત્યારે મને સાંભળવા મળતું હતું કે, તેઓ માત્ર ગોરી ચામડીના કલાકારો જ ઇચ્છતા હતા. આ વાતો સાંભળીને ખૂબ દુઃખ થયું. પણ હવે એવું બિલકુલ નથી. હવે મારા માટે ટેલેન્ટથી વધુ મહત્ત્વનું કંઈ નથી.' પરિવારના સભ્યો પૂછતા હતા કે બધા ગોરા છે, તમે શ્યામ કેમ છો?: સેહબાન અઝીમ
ખરેખર, ઇન્ડસ્ટ્રી પહેલાં મારે મારા જ પરિવારમાં શ્યામ હોવાનો જવાબ આપવો પડ્યો હતો. ઘરના સભ્યો હસતાં હસતાં પૂછતાં હતા કે બધા ગોરા છે, તમે શ્યામ કેમ છો? તેથી આ લડાઈ બાળપણથી જ શરૂ થઈ ગઈ હતી. જ્યારે પણ હું ઓડિશન માટે જતી ત્યારે રંગના આધારે ભેદભાવ થતો હતો. પરંતુ, મેં ક્યારેય હાર માની નથી.' 'શરૂઆતમાં, કેટલાક ટીવી શોના શૂટિંગ દરમિયાન, મેકર્સ મેકઅપ દ્વારા મને સુંદર દેખાડવાનો પ્રયાસ કરતા હતા. મને જરાય કમ્ફર્ટ ન લાગ્યું. એક સમય એવો આવ્યો જ્યારે મેં આ મેકઅપનો વિરોધ કરવાનું શરૂ કર્યું. મને શો અધવચ્ચે જ છોડવાનો ડર નહોતો. હું ફક્ત આ વિચારને બદલવા માગતી હતી અને તે સમય સાથે થયું.' હું મારા સ્કિન ટોનમાં એકદમ કમ્ફર્ટ છું : નિયા શર્મા
મેં અગાઉ પણ કહ્યું છે કે, 'આજ સુધી મેં ક્યારેય ગોરા બનવાનું વિચાર્યું નથી કે મેં ગોરા બનવા માટે કોઈ ડૉક્ટરની સલાહ લીધી નથી. લોકો ભલે મને ડસ્કી અથવા બ્રાઉન સ્કિન એક્ટ્રેસ કહે પરંતુ હું મારી સ્કિન ટોનમાં ખૂબ જ કમ્ફર્ટેબલ છું.' અન્યની સરખામણીમાં મારી ત્વચા થોડી ડાર્ક છેઃ ખનક વાઘનાની
મને ખબર હતી કે, રિયાલિટી શો દરમિયાન કે પછી હું કોઈપણ કારણસર ટ્રોલ થઈ શકું છું. પરંતુ મેં ક્યારેય કલ્પના કરી ન હતી કે લોકો મારી કાળી ત્વચા વિશે આટલું ખરાબ બોલી શકે છે. હું ઓનલાઈન ટ્રોલિંગનો શિકાર બની છું. અન્ય લોકોની સરખામણીમાં મારી ત્વચા થોડી કાળી છે. પરંતુ મને તેની કોઈ સમસ્યા નથી. આ સ્થિતિમાં હું મારી જાતને થોડી શાંત રાખું છું. જો કે આમાંથી બહાર આવવામાં થોડો સમય લાગશે.' મારા સ્કિન ટોનને કારણે મને રોલ ન મળ્યો : હિના ખાન
એક ઇન્ટરવ્યૂમાં હિના ખાને કહ્યું હતું, 'હું કાશ્મીરી છું અને કાશ્મીરી ખૂબ સારી રીતે બોલી શકતી હતી, પરંતુ મને આ રોલ માટે લેવામાં આવી ન હતી કારણ કે મારો રંગ શ્યામ હતો. હું બહુ ગોરી નથી. ટીમ અને રોલ માટે આ જરૂરી હતું. મને બહુ ખરાબ લાગ્યું છે. જ્યારે તમે ભાષા સારી રીતે જાણો છો અને તમે રોલને સારી રીતે ભજવી શકો છો અને તમે કાશ્મીરી ન દેખાતા હોવાને કારણે તમને રોલ નથી મળતો. મેં ક્યારેય આશા ગુમાવી નથી અને ક્યારેય હાર માની નથી. મે હંમેશા પ્રયત્નો શરૂ રાખ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.