બળબળતો ઉનાળો…..✍️
બળબળતો ઉનાળો.....✍️
આ બળબળતો ઉનાળો આજે સડકને ભરખી ગયો,
સાથે ચો તરફ લીલીછમ વનરાજીને તડકો ભરખી ગયો.
ચતુર માણસ કદીએ ક્યાંય પાછો પડે જ નહિ પણ,
ઝાંઝવાના પાણીનો વહેમ એની બુદ્ધિને ભરખી ગયો.
જિંદગીમાં પરસેવો પાડી માંડ થોડું કમાઈ લીધું હતું,
ત્યાં તો વળી એ.સી. કુલરનો ખર્ચો બધું ભરખી ગયો.
નદીઓ કે નહેરો એની વ્યથામાં રડી પણ કેમ શકે?,
ખળખળતાં એનાં નીરને કોઈ સીમનો પાક ભરખી ગયો.
વાતાવરણ ગમતું એ હંમેશા મારા હૈયાને પણ,
તડકાનો તાપ મળતી એ કયારેક ઠંડકને ભરખી ગયો.
હેમાલી શિયાણી
' આત્માનંદી'
પોરબંદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.