માલવણ ટોલટેક્સ પાસે આવેલ અનમોલ હોટલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો પીકઅપ સાથે એક ઈસમને દબોચી લીધો - At This Time

માલવણ ટોલટેક્સ પાસે આવેલ અનમોલ હોટલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બોલેરો પીકઅપ સાથે એક ઈસમને દબોચી લીધો


વિદેશી દારૂની બોટલો નંગ 406 કિ.રૂ.1,27,500 તથા બીયર ટીન 45 રૂ.4500 તથા એક મોબાઇલ તથા પીકપ બોલેરો કિ.રૂ.4,00,000 મળી કુલ રૂ.5,37,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી અમુક વાહનોમા વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરા ફેરી કરતા હોય જેથી બાતમી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપતા એલસીબી ટીમના ઈનચાર્જ પીઆઇ બી એલ રાયજાદા, પો.હે.કો. પી એન ઝાલા, દશરથભાઈ ધાંધર, હરદીપસિંહ ઝાલા સહીત સમગ્ર ટીમ દ્રારા બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી ચોકકસ બાતમી હકીકત મેળવી અમદાવાદ માળીયા હાઈવે રોડ ઉપર આવેલ માલવણ ટોલટેક્ષ પાસે આવેલ અનમોલ હોટલ પાસેથી બોલેરો પીકઅપ ગાડી નં GJ 08 AU 2237 વાળી જેનો ચાલક રામજીવન તુલસારામ બિશ્નોઈ રહે મિશ્રી કી બેરી, લુકુ જી. બાડમેર રાજસ્થાન વાળાને પોતાના કબ્જા ભોગવટાના પીકઅપમ બનાવેલ ચોરખાનામાથી ગે.કા.પાસ પરમીટ વગરનો વિદેશી દારૂ ગુજરાત રાજ્યમા પ્રતિબંધીત હોવાનુ જાણવા છતા અલગ અલગ બ્રાંડની ઇંગ્લીશ દારૂની કાચની નાની મોટી શિલ પેક બોટલો કુલ નંગ.૪૦૬ જેની કી.રૂ.૧,૨૭,૫૦૦ તથા કાર્લ્સબર્ગ એલીફંટ સ્ટ્રોગ પ્રીમીયમ બીયર ટીન ૫૦૦ મીલી નંગ ૪૫ જેની કી.રૂ.૪૫૦૦ મળી કુલ કી.રૂ.૧,૩૨,૦૦૦ તથા એક મોબાઈલ કિ.રૂ.૫૦૦૦ તથા સફેદ કલરની પીકપ બોલેરો ગાડી નં- GJ 08 AU 2237 કી.રૂ.૪,૦૦,૦૦૦ એમ મળી કુલ મુદામાલ કી.રૂ.૫,૩૭,૦૦૦ નો મુદામાલ સાથે આરોપીને પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી ઉપરોકત ઇસમ તેમજ તપાસમાં ખુલે તે ઇસમો સામે બજાણા પો.સ્ટે. ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.