સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અને વહન થતુ અટકાવવા ચાલતી સઘન ઝુંબેશ
સાયલા તાલુકામાં રોયલ્ટી વગર અંદાજે ૨૦ ટન સાદી માટીનો જથ્થો વહન કરતા ટ્રક સહીત એકંદર રૂ. ૬,૫૦,૦૦૦ નો મુદામાલ સીઝ કરાયો.
સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા તાલુકામાં ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી અને વહન થતુ અટકાવવાની ઝુંબેશરૂપે જિલ્લા કલેકટર કે સી સંપટ તથા લીંબડી પ્રાંત અધિકારી કુલદિપ દેસાઈની સુચના અનુસાર સાયલા મામલતદાર ડી. પી. બાસુપ્યા તથા સંબંધિત સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન નેશનલ હાઇવેથી આયા ગામ જવાના રસ્તે ભાગ્ય ગૌશાળા પાસે વાહનોનું ચેકિંગ કરતા એક ટ્રક નં. GJ-13-W-2312 પસાર થતા તેને રોકી ડ્રાઇવરની પૂછપરછ કરી ટ્રકમાં ભરેલ જથ્થાની ખાતરી કરવામાં આવી હતી ટ્રકમાં સાદી રેતી ખનીજ ભરેલ હોવાનું જણાતા ખનીજ અંગેના રોયલ્ટી પાસ રજુ કરવાનું જણાવતા રોયલ્ટી પાસ કે વજન કાંટા ચિઠ્ઠી રજુ કરવામાં આવી ન હતી આથી ટ્રકમાં ભરેલ આશરે ૨૦ વીસ ટન વજનનો સાદી રેતીનો જથ્થો રોયલ્ટી વગરનો હોવાનું જાહેર થતા આ જથ્થાના પ્રતિ ટન રૂ. ૨૫૦૦ લેખે કુલ કિં.રૂ. ૫૦,૦૦૦ તથા ટ્રકની અંદાજીત કિંમત રૂ. ૬,૦૦,૦૦૦ અંકે છ લાખ પુરા મળી એકંદર કિમત રૂ. ૬,૫૦,૦૦૦ અંકે છ લાખ પચાસ હજાર પુરાનો મુદામાલ સીઝ કરી સક્ષમ ઓથોરીટી દ્વારા નિર્ણય ન થાય ત્યાં સુધી સરકાર વતી સુરક્ષિત સાચવી રાખવા માટે ટ્રકને ચાવી સાથે પીએસઆઈ સાયલાને સોંપવામાં આવેલ છે તેમ સાયલા મામલતદાર ડી. પી. બાસુપ્યાની યાદીમાં જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.