ધાંગધ્રા ડોક્ટર હાઉસ હોસ્પિટલની જર્જરીત ઈમારત અને ગેરકાયદેસર ચોથા માળે શેડ મામલે નોટિસ ફટકારાઈ. - At This Time

ધાંગધ્રા ડોક્ટર હાઉસ હોસ્પિટલની જર્જરીત ઈમારત અને ગેરકાયદેસર ચોથા માળે શેડ મામલે નોટિસ ફટકારાઈ.


સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલી ડોકટર હાઉસ હોસ્પિટલ જર્જરિત ઈમારત ઉપર ચોથા માળે બનાવેલ ગેરકાયદેસર શેડ મામલે ધ્રાંગધ્રા નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હોસ્પિટલને નોટિસ ફટકારી હતી જેમાં ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલે ડોકટર હાઉસ હોસ્પિટલના ચોથા માળે ગેરકાયદેસર શેડ બનાવવાની સાથે ઇમારત પણ જર્જરિત હોવાથી તેના બાંધકામ અને ફિટનેસ અંગેના પુરાવા રજૂ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલી ડોકટર હાઉસ હોસ્પિટલ જર્જરિત ઈમારત ઉપર ચોથા માળે બનાવેલ ગેરકાયદેસર શેડ મામલે ધ્રાંગધ્રા નગરપાલિકાએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હોસ્પિટલને નોટિસ ફટકારી હતી જેમાં ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલે ડોકટર હાઉસ હોસ્પિટલના ચોથા માળે ગેરકાયદેસર શેડ બનાવવાની સાથે ઇમારત પણ જર્જરિત હોવાથી તેના બાંધકામ અને ફિટનેસ અંગેના પુરાવા રજૂ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવાયું હતું કે ધ્રાંગધ્રા ખાતે આવેલા ડોકટર હાઉસ હોસ્પિટલ ખાતે ચોથા મળે બનાવેલ શેડ બાબતે નોટિસ આપી દેવામાં આવી છે હાલ નોટીસમાં આપેલ સમય મર્યાદા સુધીમાં તેઓની પાસે ડોકટર હાઉસ હોસ્પિટલના બાંધકામ અને ફિટનેસ અંગેનું સટિફિકેટ રજુ કર્યા બાદ જરૂરી જણાશે તો હોસ્પિટલ પણ સિલ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ તરફ નગરપાલિકાએ કડક કાર્યવાહીના ભાગરૂપે આપેલી નોટિસ આપવાની લઈને હોસ્પિટલના સંચાલકે પોતાના હોસ્પિટલના શીલ મારવાની કામગીરીથી બચાવ અંગે હવાતિયા મારવાના શરૂ કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.