4 માળથી મોટા બિલ્ડીંગ બહાર ફાયર NOC ના બોર્ડ મૂકવા ફરજિયાત : પૂરા રાજયમાં હુકમો
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં 10 દિવસ થયા છે ત્યારે સરકાર અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ નવા નિયમોની અમલવારી માટે હવે દોડવા લાગી છે. અમદાવાદમાં 15 મીટરથી ઉપરના બિલ્ડીંગમાં ફાયર એનઓસીના બોર્ડ જાહેરમાં ફરજીયાત મુકવા મહાપાલિકાએ આદેશ કર્યો છે તો રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ ફાયર એનઓસી મિલ્કત પર લોકો જોઇ શકે જે રીતે બોર્ડમાં મુકવા મ્યુનિ. કમિશ્નર આદેશ કર્યો છે.
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં ફાયર એન્ડ સેફ્ટી સર્ટિફિકેટ લેવા પાત્ર થતી મિલ્કતો માટે અધિકૃત અધિકારી દ્વારા ઇસ્યુ, રિન્યુ થયેલ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ એપ્રુવલ (ફાયર એનઓસી) મિલ્કતનાં દેખી શકાય તેવા ભાગ પર, સ્થળ પર કાયમી ધોરણે પ્રદર્શિત કરવાનુ રહેશે. આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે તેવો હુકમ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલ છે.
ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેસર્સ એકટ-2014ની કલમ 3 હેઠળ અમદાવાદ સહિતના કોર્પો. વિસ્તારમાં આ હુકમો બહાર પડી રહ્યા છે. નિયમ મુજબ રહેણાંક, બિનરહેણાંક, સંયુકત ઉપરોકત, ઔદ્યોગિક ઇમારતો કે જે કોઇ બિલ્ડીંગ 15 મીટર ઉંચા એટલે કે 4 માળથી વધુના હોય તેને આ નિયમ લાગુ પડે છે.
મોલ, મલ્ટીપ્લેક્ષ, શોપીંગ કોમ્પ્લેક્ષ, એમ્યુઝમેન્ટ પાર્ક, સ્કુલ, એસેમ્બલી હોલ, કોમ્યુનિટી હોલ, પેટ્રોલ પંપ અને હંગામી સ્ટ્રકચર માટે ફાયર એનઓસી અનિવાર્ય હોય છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.