બરવાળા તાલુકાના તમામ લોકો માટે આગામી ચોમાસામા સલામતી માટે જાહેર કરાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એડ્વાઈઝરી: હેલ્પલાઈન નંબર-૦૨૮૪૯-૨૭૧૩૪૦/૪૧ જાહેર કરાયા - At This Time

બરવાળા તાલુકાના તમામ લોકો માટે આગામી ચોમાસામા સલામતી માટે જાહેર કરાઈ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એડ્વાઈઝરી: હેલ્પલાઈન નંબર-૦૨૮૪૯-૨૭૧૩૪૦/૪૧ જાહેર કરાયા


બરવાળા તાલુકાની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, ચોમાસુ-૨૦૨૪ દરમિયાન ભારે તથા અતિભારે વરસાદના સમયગાળા દરમિયાન સલામતી માટે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી, બરવાળા ખાતે તાલુકા ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ (TEOC) તૈયાર કરવામા આવ્યો છે જેથી ચોમાસા દરમિયાન ગ્રામ્યકક્ષાએ ગ્રામપંચાયત તથા આપત્તિની પરિસ્થિતિની જાણકારી ધરાવતા તમામ વિભાગો દ્વારા તાલુકા ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ (TEOC) તમામ નાગરિકો માટે ખોલવામાં આવ્યો છે. તેમજ હેલ્પલાઈન નંબર-૦૨૭૧૧-૨૩૭૩૨૪ પણ જાહેર કરવામા આવ્યો છે જેના પર સંપર્ક કરવા મામલતદાર કચેરી, બરવાળા દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે. ઉપરાંત જિલ્લા કક્ષાના ઈમરજન્સી કન્ટ્રોલ રૂમ (DEOC) અને હેલ્પલાઈન નંબર-૦૨૮૪૯-૨૭૧૩૪૦/૪૧ પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના પર સંપર્ક કરી તમામ માહિતી મેળવી શકાશે. તેવું એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર સી. આર. પ્રજાપતિ બરવાળા દ્વારા જણાવવામાં આવ્યું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.