ચાર જિલ્લાના 42 વાહન ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો - At This Time

ચાર જિલ્લાના 42 વાહન ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો


ચાર જિલ્લાના 42 વાહન ચોરીના ગુનામાં આરોપીને ઝડપી પાડ્યો

*સાબરકાંઠા જિલ્લા એસ.ઓ.જી. ટીમને મળી મોટી સફળતા*

*(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)*

સમગ્ર રાજ્યમાં વાહન ચોરીના બનાવોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.ટુ વ્હીલર થી લઈને ફોર વ્હીલ સુધીના વાહનોની તસ્કરીની ઘટનાઓ પ્રતિદિન પોલીસ ચોપડે નોંધાઈ રહી છે.ત્યારે વાહન ચોરીના વધતા બનાવો અને વાહન ચોરોના ત્રાસથી વાહન માલિકોમાં ફફડાટ ફેલાયો છે.આ વાહન ચોર તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ પ્રબળ બની હતી. ત્યારે સાબરકાંઠા જિલ્લા એસઓજી પી.આઈ એસ.એન કરંગીયાના માર્ગદર્શન હેઠળ એક ટીમ બનાવી મિલકત સંબંધી ગુના શોધી કાઢવા માટે નાઈટ પેટ્રોલિંગ સઘન કરવામાં આવતા ગત રોજ જીલ્લા એસઓજી ટીમના ઇન્ચાર્જ આ.હે. કો કિરીટસિંહ ઝાલાની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ કોલેજ ત્રણ રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતી.તે દરમિયાન એક ઈકો કાર ચાલક પસાર થતા તેને થોભાવતા કારનો ચાલક કારને રોડ સાઈડમાં પાર્ક કરી ભાગવા જતા ટીમે તેને પકડી પાડી ગાડી ના કાગળો બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ન આપતા આખરે પોકેટકોપ મોબાઈલ ની મદદથી તપાસ કરતા ઈકો કાર અમદાવાદ શહેરના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક માસ અગાઉ બેંકના પાર્કિંગમાંથી ચોરી થયાનું જણાઈ આવતા કાર સાથે ચાલક સંજય જગદીશ બજાણીયા ઉ.વર્ષ ૨૩ રહે.રાસલોડ તા.પ્રાંતિજ ની અટકાયત કરી વધુ પુછપરછ કરતા આ સિવાય પણ તેને સમયાંતરે આંતર જિલ્લા જેવા કે મહેસાણા,અમદાવાદ,ગાધીનગર, સાબરકાંઠા જિલ્લાની હદમાંથી ૪૨ જેટલી વાહન ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતા જિલ્લા એસઓજી ટીમે અમદાવાદ શહેરના નિકોલ માંથી થયેલ વાહન ચોરીનો ભેદ ઉકેલવા સાથે આંતર જિલ્લાના ૪૨ જેટલા વાહન ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં પણ મોટી સફળતા મળી છે..કયા કયા શહેરમાંથી વાહન ચોરીની ઘટનાની અંજામાં આપ્યો ?? સાબરકાંઠા -૪ અમદાવાદ શહેર - ૨૧ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં -૧૫ મહેસાણા જિલ્લામાં - ૨ મળી કુલ ૪૨ વાહન ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની ઝડપાયેલ ઈસમ સંજય બજાણીયા એ પોલીસ સમક્ષ કબુલાત કરતા પોલીસે વાહન ચોરીના ગુનામાં કસ્ટડી ભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું એસ ઓ જી પી.આઇ એસ એન કરંગીયા માહિતી આપતા જણાવ્યું હતું.


9723313531
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.