રાહુલે કહ્યું- I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે:કાર્યકરોને બબ્બર શેર ગણાવ્યા, રાહુલે કહ્યું- PMએ મારી સાથે ડિબેટ કરી નહીં, હવે તેમણે મૌનવ્રત ધારણ કર્યુ - At This Time

રાહુલે કહ્યું- I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનશે:કાર્યકરોને બબ્બર શેર ગણાવ્યા, રાહુલે કહ્યું- PMએ મારી સાથે ડિબેટ કરી નહીં, હવે તેમણે મૌનવ્રત ધારણ કર્યુ


​​​​​​સાતમા તબક્કાની ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ I.N.D.I.A. ગઠબંધનની સરકાર બનવાનો દાવો કર્યો છે. રાહુલે કોંગ્રેસના કાર્યકરોને બબ્બર શેર ગણાવ્યા હતા અને કહ્યું કે હું વિશ્વાસ સાથે કહેવા માંગુ છું કે I.N.D.I.A. સરકાર બનવા જઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું કે મતગણતરીના દિવસે છેલ્લી ઘડી સુધી મતદાન મથક પર કાર્યકરોએ EVM પર નજર રાખે. રાહુલે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ડિબેટ ન કરવા પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે ઘણા મોટા વિદ્વાનો અને નેતાઓએ વડાપ્રધાનને તેમની સાથે ડિબેટ​​​​​​​ કરવા કહ્યું હતું. પરંતુ તેઓ ડિબેટ કરી શક્યા નહીં. હવે ડિબેટ કરવી પણ શક્ય નથી કારણ કે વડાપ્રધાન મૌનવ્રત પર ઉતરી ગયા છે. રાહુલે કહ્યું- PM​​​​​​​એ વારંવાર ગેરમાર્ગે દોર્યા પછી વાસ્તવિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો
રાહુલે કહ્યું કે હું ગઠબંધનના તમામ નેતાઓ અને કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેઓ દેશના બંધારણ અને સંસ્થાઓને બચાવવા માટે અડીખમ ઉભા છે. તેમણે કહ્યું કે અમે જનતાની ચિંતાના વાસ્તવિક મુદ્દાઓ પર ચૂંટણી લડવામાં સફળ રહ્યા છીએ અને વડાપ્રધાનના વારંવાર પ્રયાસો છતાં ખેડૂતો, મજૂરો, યુવાનો, મહિલાઓ અને વંચિતો માટે અવાજ ઉઠાવ્યો છે. રાહુલ ગાંધીએ પંજાબમાં કહ્યું- મોદીએ અર્થવ્યવસ્થા અટકાવી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ગુરુવારે પંજાબના નવાંશહરના ખટકર કલાં ગામમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે મોદીએ ત્રણ કાયદા લાવીને ખેડૂતોને મજૂર બનાવવાનો પ્રયાસ કર્યો. હવે અગ્નિવીર યોજના લાવીને તેઓએ સૈનિકોને મજૂર બનાવી દીધા છે. તમને 3 વર્ષ માટે કામ કરાવશે અને પછી તમને કાઢી મૂકશે. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની નીતિઓએ અર્થવ્યવસ્થાને થંભાવી દીધી છે. તે નાના વેપારીઓ, જેઓ હાથથી કામ કરે છે, તેઓને ખતમ કરવામાં આવ્યા છે. રેલી દરમિયાન મહિલાએ રાહુલ ગાંધીને દારૂ પીવાનું બંધ કરવા કહ્યું. તેના પર રાહુલે કહ્યું કે પંજાબમાંથી માત્ર કોંગ્રેસ જ નશાની લત ખતમ કરી શકે છે, આ લોકો નહીં કરી શકે. અમે વ્યસનને ખૂબ જ ઝડપથી ખતમ કરીશું. PM મોદીએ વિવેકાનંદ રોક પર 45 કલાક ધ્યાનમાં બેઠા, 1 જૂન સુધી કન્યાકુમારીમાં રહેશે
કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલના ધ્યાન મંડપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું 45 કલાકનું ધ્યાન શરૂ થઈ ગયું છે. તે 1 જૂન સુધી ધ્યાનમાં રહેશે. મોદી એ જ જગ્યાએ ધ્યાન કરી રહ્યા છે જ્યાં સ્વામી વિવેકાનંદે 1892માં ધ્યાન ધર્યું હતું. લોકસભા ચૂંટણી પ્રચાર પડઘમ શાંત થતાં જ પીએમ મોદી ગુરુવારે (30 મે) સાંજે કન્યાકુમારી પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રથમ ભગવતી દેવી અમ્માન મંદિરમાં દર્શન કર્યા અને પૂજા કરી હતી. પૂજા દરમિયાન મોદીએ સફેદ મુંડુ (દક્ષિણ ભારતમાં લુંગી જેવું વસ્ત્ર) અને શાલ પહેરી હતી. પૂજારીઓએ વિશેષ આરતી કરી અને તેમને પ્રસાદ, શાલ અને દેવી ભગવતી અમ્માનની ફ્રેમવાળી તસવીર આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.