આટકોટ ની શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ના પૂર્ણ થયા બે વર્ષ - At This Time

આટકોટ ની શ્રી કે.ડી. પરવાડિયા મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ના પૂર્ણ થયા બે વર્ષ


રાજકોટ-ભાવનગર હાઇવે ઉપર આટકોટ ખાતે આવેલ અને નરેન્‍દ્રભાઈ મોદીના હસ્‍તે બે વર્ષ પહેલા લોકાર્પણ થયેલું તે શ્રી કાશીબેન દામજીભાઈ પરવાડીયા (કે. ડી.પી.) હોસ્‍પિટલને બે વર્ષ પૂર્ણ થયા છે મૂળ આટકોટના અને હાલ સુરત રહેતા હરેશભાઈ દામજીભાઈ પરવાડીયા અને તેમના પરિવારજનો દ્વારા જન્‍મભૂમિનું ઋણ ચૂકવવા તેમના માતા-પિતા કાશીબેન દામજીભાઈ પરવાડીયાના નામથી મુખ્‍ય દાતા બની આ મલ્‍ટી સ્‍પેશિયલ હોસ્‍પિટલ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડોક્‍ટર ભરતભાઈ બોઘરાના પ્રયાસોથી નિર્માણ પામી છે. હાલ હોસ્‍પિટલમાં ૩૦૦ થી વધુ લોકોનો સ્‍ટાફ દર્દીની સારવારમાં ખડે પગે રહે છે હોસ્‍પિટલમાં ગાયનેક, સર્જરી વિભાગ,ઓર્થોપેડિક,કાન નાક ગળાનો વિભાગ,પીડીયાટ્રીક,મેડિસિન, રેડિયોલોજી, પેથોલોજી અને ફિઝિયોથેરાપી વિભાગ ફુલ ટાઈમ કાર્યરત રહે છે જ્‍યારે સુપર સ્‍પેશિયાલિટી કન્‍સલ્‍ટન્‍ટ તરીકેને પ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્‍યુરોલોજી, ન્‍યુરોસર્જરી, રોમેટોલોજી, યુરોલોજી, ગેસ્‍ટ્રો સર્જરી,ઓનકોરોલોજી, ગેસ્‍ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિતના વિભાગના નિષ્‍ણાંતો રોજ ત્રણ કલાક ઉપસ્‍થિત રહે છે. હોસ્‍પિટલમાં આધુનિક બિલ્‍ડીંગ સાથે અત્‍યાધુનિક ૬ ઓપરેશન થિયેટરની પણ વ્‍યવસ્‍થા છે બે વર્ષ પહેલા પ્રારંભ થયેલ આ હોસ્‍પિટલમાં ૧.૫ લાખ જેટલા દર્દી સારવાર માટે હોસ્‍પિટલમાં આવેલા છે જેમાંથી ૧૨ હજાર જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી છે ૧૦ હજારથી ઉપર કારડીયાક પ્રક્રિયા કરવામાં આવી છે ૬૫૬ જેટલા ઇમરજન્‍સી દર્દીઓને સારવાર આપવામાં આવી છે ૯૫૦૦ દર્દીઓને ડાયાલિસિસ કરવામાં આવ્‍યું છે ઉપરાંત સાડા ત્રણ હજાર દર્દીઓનું સીટી સ્‍કેન કરવામાં આવ્‍યું છે ૩૦ હજાર દર્દીઓના એક્‍સરે કરવામાં આવ્‍યા છે.આ ઉપરાંત જુદા જુદા વિભાગમાં સારવાર માટે આવતા દર્દીઓને ખૂબ જ સારી સારવાર આ હોસ્‍પિટલ દ્વારા આપવામાં આવે છે આ અંગે હોસ્‍પિટલના મેનેજિંગ ટ્રસ્‍ટી જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને પ્રદેશ ભાજપના ઉપાધ્‍યક્ષ ડોક્‍ટર ભરતભાઈ બોધરાએ એક વાતચીતમાં જણાવ્‍યું હતું કે હોસ્‍પિટલના ચાલતા ટ્રસ્‍ટના નેજા હેઠળ આગામી દિવસોમાં આટકોટ ખાતે મેડિકલ કોલેજ પણ ચાલુ કરવામાં આવશે જેની લીગલી પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં જ રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવાશે. તેમણે આ હોસ્‍પિટલના મુખ્‍ય દાતા તેમજ તમામ દાતાઓ અને ટ્રસ્‍ટી મંડળનો ખૂબ જ સહયોગ મળ્‍યો હોય આભાર માન્‍યો છે હાલ આ હોસ્‍પિટલમાં ડો.ભરતભાઈ બોધરાના નેતળત્‍વ હેઠળ અને ડો. નવનીતભાઈ બોદર ના માર્ગદર્શન હેઠળ તમામ ડોક્‍ટરો અને સ્‍ટાફ દર્દીનારાયણની સેવા માટે ખડે પગે રહે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.