બોટાદ પોલીસ કોનસ્ટેબલ વાણી વિલાસ કરી ગાડી બેફામ ચલાવી ગુન્હો કર્યો બાબતે નોંધાયેલી પોલીસ ફરિયાદ - At This Time

બોટાદ પોલીસ કોનસ્ટેબલ વાણી વિલાસ કરી ગાડી બેફામ ચલાવી ગુન્હો કર્યો બાબતે નોંધાયેલી પોલીસ ફરિયાદ


કોનસ્ટેબલ ખાખી પાવરે અને નશા ની હાલતમાં શહેર ભાજપ પ્રમુખ ને આરોપી જેમ પોતાની ગાડી બેસાડી ફેરવ્યા

(પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ)
બોટાદ શહેર ભાજપ પ્રમુખ ની પોતાની દુકાન પાસે થી પસાર થતા પોલીસ કોનસ્ટેબલ પોતાની ગાડી માં નશાની હાલતમા લઈ આ રોડ પરથી પસાર થતા દુકાન પર કામ કરતા કારીગર ની ગાડી ને સાઈડ માં મુકવાનું કઈ બે ફામ વાણી વિલાસ કર્યો અને કાઠલો પકડીને કારખાનાની બહાર કાઢી ત્યાર બાદ પોલીસ કોનસ્ટેબલ દ્વારા શહેર ભાજપ પ્રમુખને પોતાની ગાડી માં બેસાડી ભયજનક રીતે ગાડી ચલાવી ગુન્હો કર્યો બાબતે નોંધાયેલી પોલીસ ફરિયાદ
બોટાદ શહેર ના મહાજન ની વાડી પાસે આવેલ જાનકી પોલીસીગ માં કારીગર તરીકે કામ કરતા રોનકકુમાર મુન્ના મહોત એ એવા મતલબ ની ફરિયાદ નોંધાવી કે દુકાન પાસે થી પોલીસ કોન્સ્ટેબલ ની પોતાની ગાડી લઈ પસાર કરી ત્યારે કારીગર ને ગાડી સાઈડ માં લેવાનું કહી પોલીસ કોન્સ્ટેબલ બે ફામ ગાળો આપી અને કાંઠલો ખેંચીને બહાર કાઢી વાણી વિલાસ કર્યો ત્યારે જાનકી પોલીશિંગ ના માલિક ચંદુભાઈ.ડી.સાવલિયા જેઓ શહેર ભાજપ પ્રમુખ છે તેઓ આવતા પોલીસ કોન્સ્ટેબલ બાવળીયા યોગેશ હું LCB પોલીસ માં શું તેમ કહી ખોટા ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી ખાખી નો પાવર દેખાડી શહેર ભાજપ પ્રમુખ ને પોતાની ગાડી માં બેસાડી બે ફામ રીતે ગાડી ચલાવી ને LCB પોલીસ સ્ટેશન ખાતે લઈ જય ત્યાર બાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે લઈ જય રોડ પર ઉતારી ગાડી હાંકી મુકી ગુન્હો કર્યા બાબતે રોનકકુમાર મુન્ના મહોત એ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે યોગેશ બાવળીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી આગળની તપાસ બોટાદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ બી ડી પટેલ ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.