દુકાનમાં ઘૂસી સોની વેપારી પર છરીના ઘા ઝીંકી બુકાનીધારી બેલડી દ્વારા લૂંટની કોશિશ
લક્ષ્મીનગર ચોકમાં ભરબપાેરે બનેલ બનાવ, CCTV ફૂટેજમાં કેદ બે શખ્સની શોધખોળ.
શહેરમાં ગુનાખોરી અટકાવવા પોલીસના પેટ્રોલિંગ વચ્ચે ચોર, લૂ઼ંટારાઓ બેકાબૂ બન્યા હોય લક્ષ્મીનગરમાં સોનીની દુકાન ચલાવતા વેપારીની દુકાનમાં ઘૂસી છરી વડે હુમલો કરી બુકાનીધારી શખ્સે સોનાના દાગીનાની લૂંટની કોશિશ કરી નાસી ગયાની ફરિયાદ કરતા માલવિયાનગર પોલીસે ગુનો નોધી સીસીટીવીમાં કેદ બે શખ્સને પકડી લેવા મથામણ કરી હતી. વિજય પ્લોટમાં રહેતા અને લક્ષ્મીનગર ચોકમાં આનંદ જ્વેલર્સ નામની સોના-ચાંદીના દાગીના વેચવાની દુકાન ચલાવતા સુજિતભાઇ પ્રતાપભાઇ ઝરિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે બે અજાણ્યા બુકાનીધારી શખ્સના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.25ના રોજ બપોરે તેની દુકાને હતા ત્યારે ગ્રાહક બની અાવેલા બે બુકાનીધારી શખ્સે સોનાની વીંટી લેવાની વાત કરી જેથી તેને વીંટી બતાવ્યા બાદ તેને ચાંદીની વીંટી બતાવવાની વાત કરી હતી અને માપ લીધા બાદ તેને ગૂગલ પે કરી આપવાની વાત કર્યા બાદ એક શખ્સે છરી સાથે કાઉન્ટર કૂદી હુમલો કરતા તેના હાથમાં ઇજા થઇ હતી ત્યારબાદ બન્ને શખ્સોએ ઝપાઝપી કરતા તેના હાથમાંથી છરી પડી ગઇ હતી અને એક શખ્સના મોઢા પરનો રૂમાલ હટી ગયો હતો. જેનો ચહેરો જોઇ ગયેલ હોય ત્યાર બાદ બહાર નીકળી તેને દેકારો કરતા બન્ને શખ્સ તેના બાઇકમાં નાસી ગયા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.