સીધી દુષ્કર્મ કાંડ:એપ મારફતે યુુવતીના અવાજમાં કોલ કરીને વિદ્યાર્થિનીઓને બોલાવી, સાત સાથે દુષ્કર્મ
મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એપ મારફતે અવાજ બદલીને વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ ગુજારવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં ચાર આરોપીઓએ કોલેજની સાત વિદ્યાર્થિનીઓ સાથે દુષ્કર્મ ગુજાર્યો છે. હકીકતમાં મેજિક વોઇસ એપની મદદ લઇને આરોપી મહિલા કોલેજ ટીચરના અવાજમાં વાત કરીને સ્કોલરશીપના દસ્તાવેજો મંગાવવાના નામ પર સૂમસામ જગ્યાએ બોલાવતા હતા. એક પીડિતાની ફરિયાદ બાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે. મામલાની તમામ પીડિતાઓ એસટી વર્ગની છે. મામલામાં પોલીસે મુખ્ય આરોપી બ્રજેશ પ્રજાપતિ સહિત રાહુલ પ્રજાપતિ, સંદીપ પ્રજાપતિ અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી લવકુશ પ્રજાપતિની ધરપકડ કરી છે. વિદ્યાર્થિનીઓ અને એક સગીર સાથે પણ દુષ્કર્મ
આરોપીઓએ વિદ્યાર્થિનીઓની સાથે આવેલી એક સગીરની સાથે પણ દુષ્કર્મ ગુજાર્યો છે. બીજી બાજુ મામલાની તપાસ માટે રાજ્યના સીએમ ડો. મોહન યાદવે એસઆઇટીની રચના કરી છે. પોલીસના કહેવા મજબ પીડિતોની સંખ્યા વધવાની આશંકા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.