સ્વાતિ માલીવાલે કહ્યું- મને રેપ- હત્યાની ધમકીઓ મળી રહી:ધ્રુવ રાઠીએ મારી વિરૂદ્ધ એકતરફી વીડીયો પોસ્ટ કર્યો; યુટ્યુબર AAP પ્રવક્તા તરીકે કામ કરે છે
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે રવિવારે 26 મેના રોજ યુટ્યુબર ધ્રુવ રાઠી પર ગંભીર આરોપ લગાવ્યા છે. AAP સાંસદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહ્યું કે ધ્રુવ રાઠીએ મારી વિરુદ્ધ વીડિયો પોસ્ટ કર્યો છે. આ પછી મને રેપ અને હત્યાની ધમકીઓ મળી રહી છે. સ્વાતિ માલીવાલે કહ્યું- જ્યારથી મારી પાર્ટી AAPના નેતાઓ અને સ્વયંસેવકોએ મારી સામે લાગણીઓ ભડકાવવા અને મને શરમજનક સ્થિતિમાં મુકવા મારા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું છે, ત્યારથી મને બળાત્કાર અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. આ મામલો ત્યારે વધ્યો, જ્યારે યુટ્યુબર ધ્રુવ રાઠીએ મારી વિરૂદ્ધ એકતરફી વીડીયો પોસ્ટ કર્યો છે. તેમના જેવા લોકો પોતાને સ્વતંત્ર પત્રકાર હોવાનો દાવો કરે છે. જો કે, તેઓ AAP પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા છે. કેજરીવાલના PA મારપીટ કેસના વીડિયો પર વિવાદ
ધ્રુવ રાઠીએ 4 દિવસ પહેલા કેજરીવાલના પીએમ બિભવ કુમાર અને સ્વાતિ માલીવાલ વચ્ચે મારપીટના મામલાને લઈને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેના પર સ્વાતિ માલીવાલે કહ્યું છે કે યુટ્યુબરે મારો પક્ષ જાણ્યા વગર વીડિયો બનાવ્યો છે. સ્વાતિએ પોતાની પોસ્ટમાં લખ્યું - જ્યાં સુધી પાર્ટીની વાત છે, તે સ્પષ્ટ છે કે તેઓ મારી ફરિયાદ પાછી ખેંચવા માટે મને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, મેં મારો પક્ષ જણાવવા માટે ધ્રુવનો સંપર્ક કરવાનો પુરો પ્રયાસ કર્યો, પરંતુ તેણે મારા કૉલ્સ અને મેસેજનો જવાબ આપ્યો નહીં. સ્વાતિએ 5 તથ્યોનો ઉલ્લેખ કર્યો અને કહ્યું- તે વીડિયોમાં નથી... સ્વાતિએ કહ્યું- જો મને કંઈ થયું તો બધા જાણે છે કે ઉશ્કેરણી કરનાર કોણ છે
સ્વાતિએ કહ્યું- તેણે (ધ્રુવ રાઠી) મને એટલી હદે શરમમાં મૂકી દીધી છે કે હવે મને વધુ પડતા અપશબ્દો અને ધમકીઓ મળી રહી છે. આખી પાર્ટી અને તેના સમર્થકોએ જે રીતે મને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. તે મહિલાઓના મુદ્દાઓ પરના તેમના વલણ વિશે સ્પષ્ટપણે દર્શાવે છે. AAP સાંસદે કહ્યું- હું દિલ્હી પોલીસમાં બળાત્કાર અને હત્યાની ધમકીઓ સામે કેસ નોંધાવી રહી છું. મને આશા છે કે તેઓ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરશે. જો મને કંઈક થાય છે, તો બધા જાણે છે કે લોકોને કોણ ઉશ્કેરી રહ્યું છે. કેજરીવાલના PA પર સ્વાતિ સાથે મારપીટનો આરોપ રાજ્યસભા સાંસદ માલીવાલે આરોપ લગાવ્યો છે કે કેજરીવાલના PA બિભવ કુમારે 13 મેએ તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસે આ મામલામાં 16 મેએ FIR નોંધી હતી. બિભવ કુમારની 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. ઘટનાના બીજા દિવસે 14 મેએ AAP નેતા સંજય સિંહે કબૂલાત કરી હતી કે સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી આવાસ પર ગેરવર્તણૂક કરવામાં આવી હતી. સંજય સિંહે કહ્યું, 'દિલ્હીના સીએમએ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે. તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે. જ્યાં સુધી સ્વાતિ માલીવાલ જીનો સંબંધ છે, તેમણે દેશ અને સમાજ માટે ઘણું કામ કર્યું છે. તેઓ વરિષ્ઠ અને જૂના નેતાઓમાંના એક છે. અમે તેમની સાથે છીએ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.