ડિજિટલ હાઉસ એરેસ્ટ...:લોકોને ઓનલાઇન બંધક બનાવી ઠગાઈ, છેલ્લા એક દાયકામાં છેતરપિંડીના 65017 કેસ, કુલ 4.69 લાખ કરોડ રૂપિયાનું નુકસાન - At This Time

ડિજિટલ હાઉસ એરેસ્ટ…:લોકોને ઓનલાઇન બંધક બનાવી ઠગાઈ, છેલ્લા એક દાયકામાં છેતરપિંડીના 65017 કેસ, કુલ 4.69 લાખ કરોડ રૂપિયાનું નુકસાન


દેશમાં સાઈબર ક્રાઇમ ઝડપથી વધી રહ્યું છે. લોકોને નિશાન બનાવવા માટે નવી-નવી રીતો શોધી રહ્યા છે. રિઝર્વ બેન્કના એક રિપોર્ટથી જાણવા મળ્યું છે કે 2023 દરમિયાન દેશમાં 30 હજાર કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી થઈ. છેલ્લા એક દાયકામાં ભારતીય બેન્કોએ છેતરપિંડીના 65,017 કેસની માહિતી આપી છે, જેના કારણે કુલ 4.69 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સાઈબર અપરાધી અજાણ્યા વ્યક્તિઓને દગો દેવા માટે યુપીઆઈ, ક્રેડિટકાર્ડ, ઓટીપી, જોબ અને ડિલિવરી સ્કેમ સહિત ઘણા પ્રકારની યુક્તિઓ અપનાવે છે. છેતરપિંડી માટે એક નવી રીત ‘ડિજિટલ હાઉસ અરેસ્ટ’ ખૂબ ઉપયોગમાં લેવાય છે. નકલી પોલીસ સ્ટેશન કે સરકારી કાર્યાલય સ્થાપવા અને પ્રવર્તન એજન્સીઓ જેવો પહેરવેશ પહેરવા જેવી યુક્તિઓ અજમાવી રહ્યા ડિજિટલ હાઉસ અરેસ્ટમાં સાઈબર અપરાધી પીડિતોને તેના ઘરોમાં ફસાવી તેને છેતરે છે. તે ઘણીવાર એઆઈ-જનરેટેડ અવાજ કે વીડિયો કોલના ઉપયોગથી પોલીસ અધિકારી, સીબીઆઈના એજન્ટ કે સીમા શુલ્ક અધિકારી હોવાનો દેખાવો કરે છે. અપરાધી સંભવિત પીડિતો પર તેના આધાર કે ફોન નંબરથી ગેરકાયદે કામ કરાવવાનો ખોટો આરોપ લગાવે છે. સાથે જ પીડિતોમાં જલદી ધરપકડનો ડર ઉપજાવે છે. કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરવામાં આવે છે. માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરાય છે. સાઈબર છેતરપિંડીમાં અપરાધી પીડિતની ધરપકડ માટેનો ઢોંગ પણ કરી શકે છે. તે નકલી પોલીસ સ્ટેશન કે સરકારી કાર્યાલય સ્થાપવા અને સરકારી ગણવેશ પહેરવા જેવી યુક્તિઓ અપનાવે છે.
ડિજિટલ ધરપકડનો સૌપ્રથમ કેસ ઉત્તરપ્રદેશના નોઇડામાં નોંધાયો. અહીં ગયા વર્ષે ડિસેમ્બરમાં એક વ્યક્તિને મનઘડંત મની-લોન્ડરિંગ કેસમાં ફસાવાયો. અપરાધીઓએ પીડિતની સામે પોતાને સીબીઆઈના આઈપીએસ અધિકારી અને બંધ થયેલી એરલાઇનના સંસ્થાપક તરીકે રજૂ કર્યાં. ઈન્ડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર અને દૂરસંચાર વિભાગ વિદેશોથી આવનારા ફેક કોલ રોકવા માટે સાથે કામ કરી રહ્યા છે. જાગૃતિ વધારવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાઈબરદોસ્ત અને એક્સ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે પર ઇન્ફોગ્રાફિક્સ અને વીડિયો પણ પોસ્ટ કરાઈ રહ્યા છે. ડિજિટલ અરેસ્ટ સ્કેમથી કઈ રીતે બચશો?
એવો કોઈ કોલ કે મેસેજ આવા પર તરત સૂચના આપો. સરકારે સાઈબર અને ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે ‘સંચાર સાથી’ વેબસાઈટમાં ‘ચક્ષુ’ પોર્ટલ લોન્ચ કર્યું છે. સાઈબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 કે www.cybercrime.gov.in પર પણ સૂચના આપી શકાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.