હળવદમાં તારીખ 25. 5. 24 ને શનિવારે આધ્યાત્મિક સંગીત સંધ્યા યોજાશે
હળવદમાં સૌપ્રથમવાર બ્રહ્માકુમારી દ્વારા આયોજિત આધ્યાત્મિક સંગીત સંધ્યા નું આયોજન થયું છે સંગીત વિનાની દુનિયા એટલે જાણે હૃદય વિનાનો માણસ પૃથ્વી ઉપરના ત્રણ રત્નો છે પાણી અનાજ અને સંગીત સુભાષિતમાં પણ કહ્યું છે જીવનને સાત સુરથી ભરવા માટે બ્રહ્મા કુમારી સંસ્થા દ્વારા આયોજિત આ આધ્યાત્મિક સંગીત સંધ્યા ના કાર્યક્રમને લાભ લેવા જેવો છે આ સંગીત ના સાચા ઉપાસક સંગીતકાર રાજયોગી શિક્ષિકા પ્રેરક વક્તા બી કે ડોક્ટર દામિનીબેન ગીત સંગીત નું રસપાન કરાવશે પરિવાર સહિત આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં પધારવા હળવદ તાલુકાની ધર્મ પ્રેમી પ્રજાને આમંત્રણ છે આ સંગીત સંધ્યા રાત્રે 7:30 થી 10 વાગ્યા સુધી યોજાશે સ્થળ શરણનાથ ઉપવનમાં તારીખ 25 .5 .24 ને શનિવારે આ સંગીત સંધ્યા માં પ્રવેશ માટે નિ:શુલ્ક પાસ લેવો ફરજિયાત છે આ કાર્યક્રમ બાદ તારીખ 26 5 24 થી તારીખ 28. 5 .24 સુધી ત્રિ દિવસીય રાજયોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે તે શિબિરના વક્તા બીકે ડોક્ટર દામિનીબેન રહેશે આર શિબિર નો પણ લાભ લેવા જનતા ને જાણ કરવામાં આવે છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.