ડભોઇ નગરમાં વધુ એક કોપરેટીવ ક્રેડિટ સોસાયટીને ખંભાતી તાળા લાગ્યાં હતાં
રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ
ડભોઇની મધ્યમાં ચોકસી બજારમાં આવેલ પીપલ્સ કોપરેટીવ ક્રેડિટ સોસાયટી છેલ્લા ચારથી પાંચ દિવસથી અચાનક બંધ રહેતાં ગ્રાહકો અટવાયા હતાં. જાણવા મળતી માહિતી મુજબ નાણાકીય પરિસ્થિતિ કઠિન બનવાને કારણે અને મેનેજર અચાનક હોદ્દેદારોને જણાવ્યા વગર રજા ઉપર ઉતરી જતાં ક્રેડિટ સોસાયટીનો વહીવટ ખોરંભે પડ્યો હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ જાણવા મળતી માહિતી મુજબ અચાનક મેનેજર સહિતના કર્મચારીઓએ પણ સ્વૈચ્છિક રાજીનામાં ધરી દેતા ડિરેક્ટરો પાસે વહીવટ ચલાવવા માટે પણ કોઈ કર્મચારી ન હોવાના કારણે સોસાયટીને છેલ્લા ચાર - પાંચ દિવસથી ખંભાતી તાળા વાગેલા હતાં પરંતુ આજરોજ પ્રમુખ અને સોસાયટીનાં અન્ય ડિરેકટરો હાજર રહયાં હતાં અને લેવડ દેવડનો વ્યવહાર ચાલું કરાવ્યો હતો. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ ગ્રાહકોને તેની જમા પૂરેપૂરી રકમનું ચૂકવણું હાલ કરવામાં આવતું નથી. તેમ છતાં પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, તમામનાં નાણાં સલામત છે, ધીમે ધીમે પૂરેપૂરી રકમનું ચૂકવણું કરવામાં આવશે.
ડભોઇ નગરમાં છેલ્લા 20 વર્ષ ઉપરાંતથી કો-ઓપરેટીવ ક્ષેત્રમાં પીપલ્સ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત હતી અને ડભોઇના નગરજનોનો તેને વિશ્વાસ કેળવ્યો હતો. એટલું જ નહીં આ ક્રેડિટ સોસાયટી દ્વારા વેપારીઓ પાસેથી ડેઈલી સેવિંગના રૂપિયા પણ કલેક્ટ કરવામાં આવતાં હતાં. પરંતુ અચાનક નાણાકીય વ્યવહારો અટકી જતાં વેપારીઓને પણ પોતાનાં નાણાકીય વ્યવહારો અટવાઈ જવાનો મોટો ભય ઊભો થયો છે. જેથી વેપારીઓનો એકાએક સોસાયટી ઉપર ઘસારો થતાં વેપારીઓએ રોતા મોઢે પરત ફરવાનો વારો આવ્યો હતો. નગરનાં વેપારીઓએ જણાવ્યું હતું કે, અચાનક વ્યવહારો અટકી જવાને કારણે અમારાં ડેઈલી સેવિંગસના અને થાપણના રૂપિયા નું શું ? અમારી મહેનતાના અને અમારા પરસેવાની આ મૂડી હતી. પરંતુ આ ડિરેક્ટરોનો અનગઢ વહીવટના કારણે ડભોઇ નગરના વેપારી આલમમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. પરંતુ આજરોજ પ્રમુખ સહિતનાં અન્ય હોદ્દેદારો અને ડિરેક્ટરો હાજર રહયાં હતાં અને સોસાયટીની ઓફિસ પુન: શરૂ કરાવી હતી. તેમજ પ્રમુખે જણાવ્યું હતું કે, તમામનાં નાણાં સલામત છે અને તબક્કાવાર ચૂકવણું કરવામાં આવશે. તેમજ સોસાયટીને રજીસ્ટાર સહકારી મંડળી તરફથી કોઈ નોટિસ અપાઈ નથી અને કોઈ કાયદેસરનાં પ્રશ્રો હાલ ઉપસ્થિત થયાં નથી. હાલ સોસાયટીની ઓફિસ બંધ રહેવા બાબતે પ્રમુખે મેનેજર રજા ઉપર હોવાનું કારણ બતાવી હાલ સમગ્ર મામલો ઠાળે પાડવા પ્રયત્ન કર્યો હતો. હવે જોવું એ રહે છે કે, તમામ ખાતેદારોને તેમની જમા પૂરેપૂરી રકમ કયારે મળે છે. તેમજ અન્ય કોઈ કારણો આગળ જતાં સામે આવે તો નવાઈ નહીં, હાલ તો આજથી સોસાયટીની ઓફિસ ખૂલી હતી અને કર્મચારીઓ, પ્રમુખ અને અન્ય હોદ્દેદારો આજે હાજર રહયાં હતાં અને ગ્રાહકોનો વિશ્વાસ પુનઃ સંપાદિત થાય તેવાં પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.