આરટીઓ ઓફીસ પાસેથી ‘લાઈન ગુરૂ’ એપમાં કપાત કરાવી ક્રિકેટ સટ્ટો રમતો મનીષ કોળી ઝબ્બે - At This Time

આરટીઓ ઓફીસ પાસેથી ‘લાઈન ગુરૂ’ એપમાં કપાત કરાવી ક્રિકેટ સટ્ટો રમતો મનીષ કોળી ઝબ્બે


આરટીઓ ઓફીસ પાસે લાઈન ગુરૂ એપમાં કપાત કરાવી ક્રિકેટ સટ્ટો રમતા મનીષ કોળી નામના પેટરને ક્રાઈમ બ્રાંચે દબોચી લિધો હતો. જયારે કપાત લેનાર બુકી મંચ્છાનગરના રામ સુસરાની શોધખોળ હાથ ધરી હતી.દરોડાની વિગત મુજબ ક્રાઈમ બ્રાંચના પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ્ટેબલ પ્રદિપસિંહ જાડેજાને આરટીઓ ઓફીસ પાછળ શ્રીરામ સોસાયટી શેરીનં.7 કોર્નર ખોડીયાર પ્રોવિઝન સ્ટોર્સ પાસે એક શખ્સ મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમતો હોવાની મળેલ ચોકકસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ત્યાં ઉભેલા શખ્સની અટક કરી નામ પુછતાં મનીષ સુખલાલ સરવૈયા (ઉ.વ.42) (રહે.શ્રીરામ સોસાયટી, આરટીઓ ઓફીસની પાછળ) હોવાનું જણાવ્યું હતું.
તેના મોબાઈલમાં તપાસ કરતાં તેના ક્રિકેટ લાઈન ગુરૂ નામની એપ માસ્હતે આઈપીએલ સીટીઝની રાજસ્થાન રોવલ્સ અને પંજાબ સુપર કિંગ્સની મેચમાં સેસન ઉપર પૈસાની હારજીતનો જુગાર રમતો હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી પુછતાછ હાથ ધરતાં તેને મંચ્છાનગરના રામ સુસરા પાસે લાઈનમાં રૂપીયાની કપાત કરી સટ્ટો રમતો હોવાની કબુલાત આપતા ક્રાઈમ બ્રાંચે મેચ્છાનગરના રામ સુસરાની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.