તારે પરીક્ષા કે નોકરી નથી કરવાની, સ્ત્રીને તો ઘરનું કામકાજ જ કરવાનું હોય
હાલ મનહર પ્લોટમાં રાજલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતાં અંજલીબેન ધ્રુવભાઇ જયસ્વાલ (ઉ.વ.26) એ તેના પતિ ધ્રુવ સતીષ જયસ્વાલ, સસરા સતિષભાઇ, સાસુ દક્ષાબેન, દિયર શુભમ અને નણંદ ધારાબેન (રહે. તમામ કૈલાદેવી પાર્ક, હિંમતનગર) વિરૂદ્ધ મારામારી અને શારીરિક-માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ માવતરના ઘરે છેલ્લા વીસેક દિવસથી રહે છે. તેણીના લગ્ન સાતેક વર્ષ પહેલાં ધ્રુવ સાથે થયેલ છે. લગ્નજીવનથી એક પુત્રી છે. લગ્ન બાદ તેણી પતિ સહિતના સાસરિયાઓ સાથે સંયુકત પરીવારમાં રહેતાં હતાં. લગ્નના એક મહીના બાદ તેણીને કોલેજના છેલ્લા વર્ષની પરીક્ષા હતી.
જે લગ્ન થયા ત્યારે પતિ અને સાસરીયા વાળા સાથે વાતચીત કરેલ હતી કે, મારે આગળ અભ્યાસ કરી નોકરી કરીશ તેવુ જણાવેલ હતું. ત્યારે સાસરીયાવાળા સહમત થયેલ હતાં. બાદમાં પરીક્ષા આપેલ તેનું પરીણામ આવેલ ત્યારે ઘરના સભ્યને વાત કરેલ તો બધાએ એક જ જવાબ આપેલ કે, હવે કોઇ પણ પ્રકારની પરીક્ષા નથી આપવાની અને નોકરી પણ નથી કરવાની અને સ્ત્રીને તો ઘરનુ કામ-કાજ જ કરવાનું હોય કહીં તેણીને આગળ અભ્યાસ પણ કરવા દીધો ન હતો.
જે બાબતે તેણીએ તમે કેમ ભણવાની ના કહો છો શું કામ માટે ભવીષ્ય બગાડો છો તે વાતને લઇ સાસુ-સસરા, નંણદ અને દિયર તેણીના પતિને ચડામણી કરતા અને કહેતા કે, તારી પત્નીને ભણીને શું કામ છે અને નોકરી શેના માટે કરવી છે જો આ બહાર નોકરી કરવા જાસે તો અવળી સંગતે લાગી જાસે અને તે સાંભળી તેણીના પતિ ઝઘડો કરી મારકુટ કરતા હતાં.
તેણીના પતિ પાનની દુકાનથી આવી જમીને રાત્રીના સમયે બહાર જતા ત્યારે ઘરે મોડા ઘરે આવતા તો તેમને સમયસર આવવાનું કહેતાં તે ગાળો આપી મારકુટ કરતા હતાં. જેથી તેણીએ તેના ભાઈને ફોન કરતાં તે તેડી ગયેલ અને માવતરે દોઢેક મહીનો રાકાયેલ બાદ સમાધાન થઈ જતાં ફરિવાર સસરિયે રહેવાં આવતી રહેલ હતી.
બાદમાં તેમના સાસુ-સસરા, દિયર અને નણદ તેમની સાથે વાતચીત કરતા જ નહી અને ઘરમાં કોઇ પણ બોલાવતા પણ નહી, તેણી રૂમમાં સુતી હોય ત્યારે પણ નણંદ આવીને મોટા અવાજે બોલતા કે, આ રૂમમાં તારે એકને નથી સુવાનુ અમારે પણ સુવાનુ છે તુ ઘરનુ કામકાજ કર તું ઘરની વહુ છો તને કામ કરવા માટે જ લાવ્યા છીએ અને અવાર નવાર કહેતા મારા ભાઈને તું છુટાછેડા આપી દે મારા ભાઇ માટે બીજુ માંગુ તૈયાર જ છે.તેમજ તેણીને જીવન જરૂરીયાતની વસ્તુની જરૂર હોય તો પતિ પાસે મંગાવે તો તે કહેતા કે, હું તને કાંઈ જ લાવી નહી આપુ તું તારા બાપને કે તને આપી જાય અને આમ પણ તુ તારા કરીયાવરમાં પણ કાઈ લાવી નથી જેથી હવે મારે પાનની દુકાન નથી ચલાવવી મારે નવો ધંધો કરવો છે જેથી તારા બાપના ઘરેથી દસ લાખ રૂપીયા લઈ આવ તો તેને ના પાડતા મારકુટ કરી ગાળો આપી હતી.
ઉપરાંત સસરિયાવાળા તેણીને ક્યાય જવા આવવા ન દેતા અને પિયર રાજકોટ આવે ત્યારે પણ સતત પતિના ફોન ચાલુ જ હોય તેમજ માવતરે સગાના ઘરે કે પાડોસીમાં જાવ તો પણ વિડીયોકોલ કરી ઝઘડો કરતો કરી કહેલ કે, હવે તું ત્યાજ રહેજે હવે અમારે જરૂર નથી. જેથી તેણી બીજીવાર ત્રણ ચાર મહીના મારા માવતરે રોકાયેલ ત્યારબાદ સમાધાન કરી સાસરિયાઓ તેડી ગયેલ પરંતુ તેમાં કોઈ સુધારો આવેલ નહી, તેમજ તેણીના પતિ બહારથી દારુ પી ઘરે આવતા,જે બાબતે સાસુ સસરાને વાત કરતાં તે સાંભળતા નહીં અને ઉપરથી તેણીને કાઢી મુકવા કહેતા તેમજ માવતર વાળા ઘરે આવે તો નણંદ અને દીયર કહેતાં કે, તમારા સગા સંબંધી આપડા ઘરે કેમ આવે છે તેઓને ના પાડી દેજો અમને નથી ગમતુ તેવુ કહેતા હતાં અને તેમનો સરસામાન તેણીને પુછ્યા વગર નણંદ લઇ લેતા બાદ તેણીના ઘરે દીકરીનો જન્મ થયેલ એ પણ સાસરીયાવાળાને ગમ્યુ નહી અને દીકરીને જરાય પણ સાચવતા ન હતા અને પુત્રીનો તમામ સરસામાન મારા પિયરથી આવતો હતો.
તેમજ તેમના પતિને સાસુએ કહેલ કે, મને એવી વાત મળી છે કે તુ અને તારી પત્ની અલગ રહેવા જવાના છો, તો ઘરની વાત ઘરની બહાર કેમ આવી આ વાતને લઇ તેના પતિએ ઝગડો કરી મારકુટ કરેલ અને કહેલ કે, જો તું આ મારકુટની વાત કે ઝઘડાની વાત કોઇ ને કહીશ તો તને જાનથી મારી નાંખીશ જેથી તેણી ડરી ગયેલ બધા સુઇ ગયા બાદ તેના ભાઇને એસએમએસ કરી જણાવેલ કે મને તેડી જા, જે બાદ તે માવતરે આવતી રહેલ હતી. જે બાદ સમાધાનના પ્રયાસ કરવાં છતાં તે લોકોમાં સુધારો ન આવતાં ફરીયાદ નોંધાવી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.