મહેસાણા ઊંઝાનુ ભુણાવ ગામ વિકાસથી વંચિત સીમ વિસ્તારમાં રહેતા પરિવારો રોડ રસ્તા વગર અવરજવર કરવા પર મજબુર બન્યા, રોડનુ કામકાજ કરવામાં નહીં આવે તો આવેદનપત્ર અને આમરણાંત ઉપવાસ ઉતારવાની તૈયારીઓ દર્શાવી
ઊંઝા તાલુકાના ભુણાવ ગામમાં આવેલ ઓટડી વિસ્તારમાં આશરે એક કિલોમીટર જેટલું કાચું નેળીયુ આવેલું છે.ભુણાવ ઓટડી સીમ વિસ્તારમાં આશરે 60 થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યા છે.છેલ્લા ગણા વર્ષોથી કાચા નેળીયામાં થઈને આવવા જવાનો કાચો રસ્તો હોવાથી શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોને ખુબ જ તકલફો પડી રહી છે.તેમજ ત્યા વસવાટ કરતા પરિવારોમાં કોઈપણ આકસ્મિક બીમાર થઇ જાય તો વાહન લઈ જવામાં ગણી મુશ્કેલીઓ પડી રહી છે.
વધુમાં ઓટડી વિસ્તાર ભુણાવ થી વાયા ટીમ્બાપુરા થી જગન્નાથપુરા રોડ તરફ જતા વચ્ચે કાચું નેળીયુ આવેલું છે.અવારનવાર સ્થાનિક ભુણાવ ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત અને ધારાસભ્યને જાણ કરેલ છે.પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.cmo ગુજરાતમાં પણ ઓનલાઇન અરજીઓ કરેલી છે.પરંતુ એ અરજીઓ ઉપર અધિકારીઓએ ધ્યાન દોર્યું નથી જેને લઈને હાલમાં તમામ પરિવારો અને અભ્યાસ કરતા બાળકો હેરાન થઇ રહ્યા છે.ચોમાસા જેવી ઋતુમાં બાળકો અભ્યાસ કરવા જઈ સકતા નથી.તેમજ કોઈ આકસ્મિક બીમાર થઇ જાય તો હોસ્પિટલ લઈ જવા બીજો કોઈ માર્ગ નથી.તો તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે.
ઉલ્લેખનીય છે કે જો આ બાબતે ધ્યાન દોરવામાં નહીં આવે તો ત્યા વસાવાટ કરતા તમામ પરિવાર સાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી ખાતે, ગુજરાત મુખ્યમંત્રી.ગૃહમંત્રી સુધી આવેદનપત્ર આપવામાં આવશે એવુ જણાવ્યું હતું અને તાલુકા કચેરી ખાતે આમરણાંત ઉપવાસ ઉપર બેસવામાં આવશે એવી પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.