વડીયા વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ ૬૮૪ તથા બિયર ટીન નંગ – ૪૮ ની હેરફેર કરતા બે ઇસમોને વાહન સહિત કુલ કિં.રૂ.૬,૧૩,૪૦૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
વડીયા વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ ૬૮૪ તથા બિયર ટીન નંગ - ૪૮ ની હેરફેર કરતા બે ઇસમોને વાહન સહિત કુલ કિં.રૂ.૬,૧૩,૪૦૮/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૂતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ આજ રોજ તા. ૧૨/૦૫/૨૦૨૪ નાં રોજ વડીયા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક સ્વીફટ કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરી દેરડી (કુંભાજી) ગામ તરફથી કુંકાવાવ તરફ આવે છે. જે બાતમી આધારે વોચમાં હોય તે દરમિયાન હકિકત વાળી સ્વીફટ કાર આવતા જે કારને રોકી બે ઇસમોને ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ. પકડાયેલ આરોપી તથા વિદેશી દારૂનો જથ્થો તથા વાહન સહિતનો મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) જયરાજ પ્રવિણભાઈ ધાધલ, ઉ.વ. ૩૨, રહે.ચાણપા, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર મુળ રહે.મોટી વાવડી, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર.
(૨) રાજદીપ નિર્મળભાઈ બસીયા, ઉ.વ. ૨૮, રહે.ચાણપા, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર.
પકડવાના બાકી આરોપી:-
ધ્રુવિત પ્રતાપભાઈ વાળા રહે.કુબડા, તા.ધારી, જિ.અમરેલી.
→ પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની ગ્રીન લેબલ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ -૧0૮ કિ.રૂ. ૩૬,૭૨૦/-તથા ભારતીય બનાવટની વિદેશી દારૂની વાઇટ લેસ વોટકાની ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ - ૫૭૬ કિ.રૂ.૫૦,૬૮૮/- તથા ગોડફાધર બિયરના ૫૦૦ એમ.એલ.ના ટીન નંગ - ૪૮, કિ.રૂ. ૬,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ - ૨ કિ.રૂ.૨૦,૦૦૦/- તથા એક મારુતિ સુઝુકી સ્વીફટ કાર રજી. નંબર જી.જે.૦૧.ડબલ્યુ.જી.૦૦ ૫૨ કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૭,૧૩,૪૦૮/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા
એલ.સી.બી. ટીમના એ.એસ.આઈ. ભગવાનભાઈ ભીલ, યુવરાજસિંહ રાઠોડ, તથા હેડ કોન્સ. રાહુલભાઈ ચાવડા,
કિશનભાઈ આસોદરીયા, આદિત્યભાઈ બાબરીયા, તુષારભાઈ પાંચાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી,
અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.