રાજુલા શહેરની નોબલ સ્કૂલનું ગૌરવ - At This Time

રાજુલા શહેરની નોબલ સ્કૂલનું ગૌરવ


શિક્ષણ જગતમાં ખૂબ જ મોટું નામના ધરાવતી રાજુલા તાલુકાની સ્કૂલ એટલે નોબલ સ્કૂલ આજે એસ.એસ.સી બોર્ડનું પરિણામ જાહેર થતાં આજે સમગ્ર રાજુલા તાલુકામાં સૌ કોઈ વિદ્યાર્થી આજના આ પરિણામની રાહ જોઈ રહ્યા હતા ત્યારે પરિણામ જાહેર થતાં જ રાજુલા તાલુકાની નોબલ સ્કૂલના એક વિદ્યાર્થીએ સ્કૂલ ખાતે તો રેકોર્ડ કર્યો છે પરંતુ તેમણે ગુજરાત ભરમાં શાળા નું અને પરિવારનું નામ રોશન કર્યું આ વિદ્યાર્થી ધોરણ 10 માં અભ્યાસ કરી રહ્યો હતો જેનું નામ પારેખ સુમિત કમલેશભાઈ રહેવાસી સમઢીયાળા તાલુકો રાજુલા જે સતત બે વર્ષથી આ શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો અને આ બાળકને અભ્યાસમાં ખૂબ જ રસ હોવાથી શાળાના સ્ટાફ દ્વારા તેમજ આચાર્ય દ્વારા આ બાળક માટે સતત મહેનત કરવામાં આવી રહી હતી અને આ મહેનતનું પરિણામ આજે આ પરિણામ જાહેર થતાં જ આવી ગયું આ શાળામાં આ બાળક સ્કૂલ ખાતે નહીં પરંતુ તાલુકા ખાતે પ્રથમ અને જિલ્લા ખાતે ત્રીજો નંબર અને સમગ્ર રાજ્ય ભરમાં ત્રીજો નંબર પ્રાપ્ત કરતા આ શાળામાં તેમણે ગૌરવ વધારેલ છે તેમને 99.97 પી. આર સાથે સાથે તેમણે તેમના ગામનું અને તેમના પરિવારનું પણ ખૂબ જ ગૌરવ વધારેલ છે ત્યારે આ બાબતે શાળાના આચાર્ય નિકુંજ પંડિતે જણાવેલું કે આ બાળકના પરિણામ માટે આ શાળાના સ્ટાફ ની મહેનત રંગ લાવી છે જેના લીધે જ આ સફલતા મળેલ છે સ્ટાફની ભારે જહેમત રંગ લાવી


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.