વિસાવદરનાકાલસારી ગામના સિવિલ દાવામાં મકાનનું કરેલ બાંધકામ દૂર કરી કબજો સોંપી આપવા હુકમ પ્રતિવાદી દ્વારા કોર્ટના હુકમનો સતત અનાદર કરવા બદલ ત્રણ માસની સજા
વિસાવદરનાકાલસારી ગામના સિવિલ દાવામાં મકાનનું કરેલ બાંધકામ દૂર કરી કબજો સોંપી આપવા હુકમ
પ્રતિવાદી દ્વારા કોર્ટના હુકમનો સતત અનાદર કરવા બદલ ત્રણ માસની સજા વિસાવદર તાલુકાના કાલસારી ગામના ઘુસાભાઈ મનજીભાઈ ગોહેલના નામની કાયદેસરની મિલકત કાલસારી ગ્રામ પંચાયત કચેરીના ગામના નમૂના નંબર (૨)માં આવેલ હોય આ મિલ્કતધારણકર્તા ઘુસાભાઈ નું આવશાન થતા આ મિલકત તેમના પત્ની પુત્રો તથા પુત્રીઓના નામે દાખલ થયેલ હતીઆ મિલકતનો વહીવટ અને વ્યવસ્થા તેમના પુત્ર અરવિંદભાઈ કરતા હોય આ મિલકતના ધારણકર્તા અરવિંદભાઈ ની ગેરહાજરીમાં સુરેશભાઈ છગનભાઇ ગોહિલે આ મિલકતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી તેમાં મકાનનું તથા દુકાનનું બાંધકામ કરતા વાદી અરવિંદભાઈ દ્વારા વિસાવદર કોર્ટમાં દાવો દાખલ કરી મનાઇહુકમની માંગણી કરતી અરજી દાખલ કરેલ હતી જે કામમાં દાવાવાળી જગ્યાની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા પ્રતિવાદી સામે હુકમ થયેલ અને ત્યારબાદ મનાઇહુકમની અરજીની સુનાવણી બાદ વિસાવદર કોર્ટ મનાઇહુકમની અરજી મંજુર કરેલી હતી અને વિસાવદર કોર્ટનો સ્પષ્ટ હુકમ હોવા છતાં પ્રતિવાદી દ્વારા વખતોવખત મનાઇહુકમનો જાણી જોઈ ભંગ કરતા દરેક વખતે વાદગ્રસ્ત જગ્યાની સ્થળ સ્થિતિમાં ફેરફાર કરવામાં આવેલ અને વાદી દ્વારા ચાર ચાર વખત કોર્ટ કમિશનરની નિમણૂક કરી રોજકામ કરાવેલ અને દરેક વખતે સ્થળ સ્થિતિમાં ફેરફાર કરેલ હોવાનુ રેકર્ડ ઉપર આવેલ.
આ કામમાં વાદી અરવિંદભાઈ તથા તલાટી મંત્રી અને ચારેય વખતે રોજકામ કરનાર કોર્ટ કમિશનર ની કોર્ટમાં જુબાની થયેલ અને વાદીનો કેસ સાબિત કરેલ ત્યારબાદ વાદીની જુબાની બાદ પ્રતિવાદી એ પણ કોર્ટમાં જુબાની આપેલ જેની વાદીના વિસાવદર ના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વિસ્તુત ઉલટતપાસ કરવામાં આવેલ જેમાં ઉલટ તપાસમાં પ્રતિવાદી પાસે આ જગ્યાનો મિલકતનો કોઈ આધાર પુરાવો ન હોય તેમજ પ્રતિવાદીએ દરેક રોજકામ વખતે કોર્ટનો હુકમ હોવા છતાં સ્થળ સ્થિતિમાં ફેરફાર કરી બાંધકામ કરેલ હોવાનુ ઉલટતપાસ દરમિયાન કબૂલ કરેલ ત્યારબાદ બન્ને પક્ષના વકીલોની દલીલો સાંભળવામાં આવેલ જેમાં વાદીના વકીલ નયનભાઈ જોશી દ્વારા તર્કબંધ દલીલો કરતા અને તેમનો કેસ સબળ પુરાવાથી સાબિત કરેલ હોય દાવો મંજુર કરવા અને પ્રતિવાદીએ કોર્ટના હુકમનો ભંગ કરેલ હોય તેમને સજા કરવા દલીલો કરતા વિસાવદર ના ન્યાયમૂર્તિ એસ.એસ.ત્રિવેદી દ્વારા વાદીનો દાવો મંજુર કરી પ્રતિવાદીએ કરેલ બાંધકામ તેમના ખર્ચે દૂર કરવા અને દાવાવાળી મિલકતનો કબજો વાદી તથા તેમના માતા અને ભાઈઓ,બહેનોનો હોવાનું માની મનાઇહુકમનો પ્રતિવાદી એ ભંગ કરેલ હોવાની રજુઆત દયાને લઈને પ્રતિવાદીને ત્રણ મહિના ની જેલની સજા કરવા હુકમ કરેલો છે
રિપોર્ટ હરેશ મહેતાવિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.