વિરપુર તાલુકાના રાજેણા ગામે રહેણાંક મકાનમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થતા ચકચાર….
મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામા આગ લાગવાની ઘટના અવાર નવાર બનતી હોવાનું સામે આવી રહ્યું છે તેવામાં વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેણાંક મકાનમાં આગ લાગી હતી જેના કારણે ઘરવખરી સહિતની ચીજવસ્તુઓ આગમાં બળીને ખાક થઈ ગઈ હતી જેના કારણે પશુપાલક પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી પરીસ્થીતી સર્જાઈ છે પ્રાથમિક વિગતો પ્રમાણે વિરપુર તાલુકાના ધોરાવાડા ગ્રામ પંચાયતમા આવેલા રાજેણા ગામમા રહેતા મંગુબેન અમૃતભાઈ ઠાકોર સહિતના પરીવાર લગ્ન પ્રસંગમા હતા તે દરમ્યાન તેમના રહેણાંક મકાનમાં એકાએક આગ લાગી ગઈ હતી જેમાં ઘાસચારો અને ઘરવખરી, જરૂરી ડોક્યુમેન્ટ ,૫૦,૦૦૦/- રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ બળીને રાખ થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતાં આજુબાજુના રહેતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા સદનસીબે મોટી જાનહાની ટળી હતી જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી ત્યારે રહેણાંક મકાનમાં આગને કાબુમાં લેવા સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી જોકે પરીવારનુ મોટાભાગનુ સામાન આગમા ભસ્મ થતાં પરીવાર દ્વારા સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે ત્યારે હાલતો તલાટી સહિત સરપંચ દ્વારા પંચક્યાસ કરી કચેરી ખાતે મોકલી આપ્યો છે...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.